ચોકો મેંગો કુલ્ફી (Choco Mango Kulfi Recipe In Gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#AsahiKaseiIndia
મેંગો એટલે પાકી કેરી બધાને ભાવે, વડી પાકી કેરીના પલ્પમાંથી બનાવેલી કુલ્ફી કે ice cream નાના મોટા બધાને ગમે.

ચોકો મેંગો કુલ્ફી (Choco Mango Kulfi Recipe In Gujarati)

#AsahiKaseiIndia
મેંગો એટલે પાકી કેરી બધાને ભાવે, વડી પાકી કેરીના પલ્પમાંથી બનાવેલી કુલ્ફી કે ice cream નાના મોટા બધાને ગમે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ+5કલાક
6 લોકો માટે
  1. 500 મી.લી .દૂધ (ફૂલ ફેટ)
  2. 1/4 કપખાંડ
  3. 2મદયમ પાકી કેરી
  4. 1 ટીસ્પૂનમેંગો એસેન્સ અથવા વેનીલા એસેન્સ
  5. 2-4ટીપા પીળો ફૂડ કલર
  6. 1 કપમેલ્ટ ડાર્ક ચોકલેટ અથવા dairy milk
  7. 2 ટેબલસ્પૂનબદામ ના ક્રશ ટુકડા

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ+5કલાક
  1. 1

    સૌ પ્રથમ પાકી કેરીને પાણીથી ધોઈ, છોલીને, કાપીને,મિકસરના જારમાં પીસીને પ્યુરી તૈયાર કરી લો.

  2. 2

    એક પૈનમાં દૂધ ગરમ કરવા મૂકો, દૂધને 5 થી 7 મિનિટ ધીમી આંચે પકાવી લો,ત્યાર તેમાં ખાંડ ઉમેરી ગેસની આંચ ધીમી કરી 2 મિનિટ પકાવીને ગેસ બંધ કરીને દૂધને ઠંડુ કરવા મુકો.

  3. 3

    હવે એક મિકસરના જારમાં ઠંડુ કરેલું દૂધમા કેરીની પ્યુરી, મેંગો એસેન્સ, પીળો રંગ નાખીને 1 મિનિટ માટે પીસી લો.મેંગો કુલ્ફી માટેનું મિશ્રણ તૈયાર છે.

  4. 4

    તૈયાર કરેલ કુલ્ફીના મિશ્રણને કુલ્ફી મોલ્ડમાં ભરીને ફોઈલ પેપરથી ઢાંકીને આઈસ ક્રીમની સ્ટિક લગાવીને 5 થી 6 કલાક અથવા આખી રાત માટે ફ્રીઝરમા સેટ કરવા મુકો.

  5. 5

    એક ગ્લાસમા મેલ્ટ ડાર્ક ચોકલૅટ અને બદામના ટુકડા મિક્સ કરીને ચોકો મિશ્રણ તૈયાર કરો.

  6. 6

    સેટ કરેલ મેંગો કુલ્ફીને ફ્રીજરમાંથી મોલ્ડને બહાર કાઢી 2 મિનિટ પછી કુલ્ફીને મોલ્ડમાંથી બહાર કાઢો, ત્યારબાદ ચોકો મિશ્રણમા આગળથી ડિપ કરીને તરત જ સર્વ કરો તૈયાર છે ચોકો મેંગો કુલ્ફી.

  7. 7

    ચોકો મેંગો કુલ્ફી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (16)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Your all recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes