ચણાની દાળના પટ્ટી સમોસા (Chana Dal Patti Samosa Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

ચણાની દાળના પટ્ટી સમોસા (Chana Dal Patti Samosa Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 persons
  1. 1 કપચણા ની દાળ
  2. ચપટીહળદર
  3. ચપટીબેકિંગ સોડા
  4. 1/2 કપછીણેલું લીલું નારીયેળ
  5. 1/2 કપઝીણો સમારેલો ફુદીનો
  6. 1/4 કપસમારેલી કોથમીર
  7. 1/2 કપટુટી ફ્રુટી
  8. 1 ચમચીચાટ મસાલો
  9. 1 ચમચીઆમચૂર પાઉડર
  10. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  11. 1/4 ચમચીગરમ મસાલો
  12. 2 ચમચીકાજુના ટુકડા
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 1 ચમચીતેલ
  15. 10-12લીમડાના પાન
  16. 1/4 ચમચીજીરૂ
  17. તળવા માટે તેલ
  18. ૩ ચમચીમેંદો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાની દાળની સારી રીતે ધોઈ પછી તેમાં ચોખ્ખું પાણી ઉમેરી પાંચથી છ કલાક પલાળી રાખો. પછી પલાડેલું પાણી કાઢીને ચોખ્ખા પાણીથી 2 થી 3 વાર ધોઈ લેવી. હવે એક તપેલીમાં પાણી ગરમ કરી તેમાં દાળ ને બાફવા મૂકવી. તેમાં હળદર અને સોડા ઉમેરો. દસ મિનિટ પછી તેમાં મીઠું ઉમેરી દાળની બરોબર બાફી લેવી.(છુટ્ટી રહે તેવી) આશરે ૨૦ થી ૨૫ મીનીટ દાળ ને બાફતા થશે. દાળ ઉકળતી વખતે જે ફીણ થાય તે કાઢી નાખવા.

  2. 2

    બાફેલી દાળ ચારણીમાં કાઢી ઉપર સાદુ પાણી નાખી ધોઈ લેવી. હવે તે દાળને કપડામાં પાથરી પંખા નીચે સૂકાવા દેવી. કોથમીર અને ફૂદીનાને ધોઈ લેવા અને ઝીણા સમારી તેને પણ કપડાં પર સુકવવા મુકવા. લીલું નાળિયેર ને પણ છીણી કપડાં પર સુકાવા દેવું. જેથી તેની ભીનાશ સુકાઈ જાય.(1/2કલાક) ટુટીફ્રુટી ને પણ પાથરી દેવી.

  3. 3

    1/2કલાક પછી એક બાઉલમાં ચણાની દાળ લીલું નાળિયેર ફુદીનો કોથમીર ટુટી ફ્રુટી કાજુના ટુકડા ગરમ મસાલો લીલા આદુ મરચાની પેસ્ટ આમચૂર પાઉડર ચાટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બરોબર મિક્સ કરી લેવું. હવે એક ચમચી તેલ ગરમ કરી તેમાં જીરૂ અને લીમડાનો વઘાર કરી ચણાની દાળના મસાલા ઉપર રેડવો અને મિક્સ કરી લેવું.

  4. 4

    ૩ ચમચી મેંદો લઈ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ઘટ્ટ મેંદા ની લઈ બનાવી લેવી. હવે તૈયાર પટ્ટી લઈ તેમાંથી સમોસા બનાવી છેલ્લે લઈ લગાડી પટ્ટી ને ચોંટાડી દેવી. અને સમોસા ભરીને તૈયાર કરી લેવા.

  5. 5

    તૈયાર થયેલા સમોસા ઉપર ભીનું કપડું રાખો જેથી સમોસા સુકાઈ નહીં. હવે સમોસા ને ગરમ તેલમાં તળી લેવા. જો સમોસાની સ્ટોર કરવા હોય તો એકવાર કાચા પાકા તળી ફ્રીઝરમાં પંદર દિવસ સ્ટોર કરી શકાય છે.

  6. 6

    હવે સમોસાને સોસ સાથે સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

ટિપ્પણીઓ (17)

Amita Desai
Amita Desai @cook_24422967
Wow surati chanadal smosa very tasty and yammy 👌👌👌👌

Similar Recipes