પટ્ટી સમોસા (Patti Samosa Recipe in Gujarati)

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
Keshod ( District - Junagadh)
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ થી ૪ લોકો માટ
  1. ઉપર ના પડ માટે :
  2. ૨૫૦ ગ્રામ મેંદો
  3. ૧ ચમચીતેલ,૧ ચમચી ઘી મોણ માટે (ખાલી તેલ પણ લેવાય)
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૧/૪ ચમચીમરી પાઉડર
  6. ૧/૪ ચમચીઅધકચરું જીરું
  7. પુરણ માટે :
  8. ૪-૫ નંગ બાફેલા બટાકા
  9. બાઉલ બાફેલા વટાણા
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. લીંબુનો રસ
  12. ૨ ચમચીખાંડ
  13. ૧ ચમચીગરમ મસાલો
  14. ૧+૧/૨ ચમચી આદું-મરચાં ની પેસ્ટ
  15. ૧ ચમચીલાલ મરચું
  16. ૧/૨ ચમચીધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ મેંદા માં ઘી-તેલનું મોણ,મીઠું, મરી,જીરું ઉમેરી પાણી થી લોટ બાંધી ૩૦ મિનિટ લોટ ને રેસ્ટ આપો. મોણ મુઠ્ઠી પડતું રાખવું.

  2. 2

    હવે બટાકા અને વટાણા બાફી તેમાં આદુ-મરચાં ની પેસ્ટ, ગરમ મસાલો, મીઠું, લીંબુનો રસ, ખાંડ, લાલ મરચું, ધાણાજીરું બધું ઉમેરી મીક્સ કરી પુરણ તૈયાર કરો.

  3. 3

    હવે લોટ માં થી લુઓ લઈ મેંદા નું અટામણ લઈ પાતળી રોટલી વણી તવી પર કાચી પાકી શેકી સાઈડ ની કિનારી કાપી પટ્ટી બનાવી બટાકા-વટાણા નું પુરણ ભરી કિનારે મેંદા ની લઈ લગાવી ત્રિકોણ શેઈપ આપી બધા જ સમોસા વાળી લો.

  4. 4

    હવે ગરમ તેલમાં કાચા-પાકા તળી ફરીથી મીડીયમ તાપે ઉપર નું પડ કડક થાય ત્યાં સુધી તળી ગરમાગરમ કેરીની ચટણી સાથે સર્વ કરો. આ રીતે બે વખત તળવા થી ઉપરનું પડ એકદમ ક્રીષ્પી થશે, તો તૈયાર છે પટ્ટી સમોસા.😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
પર
Keshod ( District - Junagadh)
cooking is my hobby , I love cooking so..much and my hobby fulfills with cookpad 🤗😍
વધુ વાંચો

Similar Recipes