ચણા ની દાળ ના સમોસા (Chana Dal Samosa Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#SD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ચણા ની દાળ બાફવા માટે:-
  2. 1 કપચણા ની દાળ
  3. 5 કપપાણી
  4. 1 ટેબલ સ્પૂનમીઠું
  5. ચપટીહળદર
  6. ચપટીબેકીંગ સોડા
  7. સ્ટફીંગ માટે:-
  8. 1 કપબાફેલી ચણા ની દાળ
  9. 1/2 કપટુટી ફુટી
  10. 1/2 કપખમણેલું લીલું નારીયેળ
  11. 1/2 કપસમારેલો ફુદીનો
  12. 1/4 કપસમારેલી કોથમીર
  13. 2 ટેબલ સ્પૂનસમારેલા કાજુ
  14. 8-10ઝીણો સમારેલો મીઠો લીમડો
  15. 1 ટેબલ સ્પૂનઆદુ-મરચાં ની પેસ્ટ
  16. 1/2 ટેબલ સ્પૂનચાટ મસાલો
  17. 1/2 ટેબલ સ્પૂનઆમચૂર
  18. 1/4 ટી સ્પૂનગરમ મસાલો
  19. મીઠું સ્વાદ મુજબ
  20. 3 ટેબલ સ્પૂનમેંદો
  21. પટ્ટીતૈયાર સમોસા ની
  22. 1/4 ટી સ્પૂનજીરુ
  23. 1 ટી સ્પૂનતેલ
  24. તળવા માટે તેલ
  25. સર્વ કરવા માટે:-
  26. ગ્રીન ચટણી
  27. ટોમેટો કેચઅપ
  28. કેરી નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણા ની દાળ ને ધોઈ ને 4-5 કલાક પલાડી દેવી. પછી તેને 3-4 વાર ધોઈ લેવી. હવે એક તપેલીમાં 5 કપ પાણી લઈ તેમાં ચણા ની દાળ, મીઠું, હળદર અને બેકિંગ સોડા ઉમેરી ઉકળતા પાણીમાં બાફી લેવી. પછી તેને નીતારી તેના ઉપર સાદુ પાણી ઉમેરવું.

  2. 2

    હવે એક કપડાં ઉપર ચણા ની દાળ, નારીયેળ, કોથમીર અને ફુદીનો પાથરી 30 મિનિટ સુકવી લેવા જેથી તેની ભીનાશ ઉડી જાય. પછી તેને એક વાસણ માં લઈ લેવું.

  3. 3

    પછી તેમાં આદુ-મરચાં ની પેસ્ટ, ચાટ મસાલો, આમચૂર, ગરમ મસાલો અને મીઠું ઉમેરી બરોબર મિક્સ કરી લો. હવે 1 ટી સ્પૂન તેલ ગરમ કરી તેમાં જીરુ અને લીમડા નો વઘાર કરી ઉમેરો.

  4. 4

    હવે તેને બરોબર મિક્સ કરી લો. હવે એક વાટકી માં મેંદો અને જરૂર મુજબ પાણી ઉમેરી ઘટ્ટ લઈ તૈયાર કરી લેવી.

  5. 5

    હવે તૈયાર પટ્ટી લઈ તેમાંથી સમોસા બનાવી છેલ્લે લઈ લગાડી પટ્ટી ને ચોંટાડી દેવી. અને સમોસા ભરીને તૈયાર કરી લેવા.

  6. 6

    તૈયાર થયેલા સમોસા ઉપર ભીનું કપડું રાખો જેથી સમોસા સુકાઈ નહીં. હવે સમોસા ને ગરમ તેલમાં તળી લેવા. જો સમોસાની સ્ટોર કરવા હોય તો એકવાર કાચા પાકા તળી ફ્રીઝરમાં પંદર દિવસ સ્ટોર કરી શકાય છે.

  7. 7

    તૈયાર સમોસા ને મેં ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ અને કેરી ના રસ સાથે સર્વ કર્યા છે.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes