કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)

Shweta Dalal
Shweta Dalal @cook_10984
Mumbai
શેર કરો

ઘટકો

1 પ્લેટ
  1. 1 બાઉલ બાફેલી મકાઈ દાણા
  2. 1કાંદા
  3. 1ટામેટા
  4. 1કાકડી
  5. 1લીલું મરચું
  6. 1 નાની વાડકીજીની સેવ (તીખી / મોળી)
  7. 1/2 ચમચીસેઝવાન ચટણી
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1 ચમચીગરમ મસાલો
  10. 1 ચમચીચાટ મસાલો
  11. 1/2 ચમચીઓરેગાનો
  12. 1/2 ચમચીરેડ પેપરિકા
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 2 ચમચીકોથમીર
  15. 1આખું લીંબુ નો રસ
  16. 1/4 ચમચીહળદર મકાઈ બાફટી વખતે પાણી સાથે નાખી દેવું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કૂકર લો એમાં એક તપેલી માં મકાઈ દાણા લઈ ધોઈ ને પાણી ભરી હળદર નાખી બાફવા મૂકી દો 4 સિટી વગાડી લો.. (માઈકોવેવ) મા પણ કરી શકો છો..

  2. 2

    કાકડી, ટામેટા, એક લીલું મરચું અને કાંદા ને બધા ને બારિક સમારી લો..

  3. 3

    મકાઈ બફાઈ જાય એટલે તપેલી માથી પાણી નીતારી લો.. એક તપેલી લો એમાં મકાઈ દાણા, મીઠું, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, ચાટ મસાલો, લીંબુ રસ, સેઝવાન ચટણી, જીની સેવ, સમારેલા કાકડી, ટામેટા, કાંદા, લીલાં મરચાં ઓરેગાનો, રેડ પેપરિકા, કોથમીર આ બધું જોઈતા પ્રમાણ માં લઈ મિક્સ કરી એક કાચ ના બાઉલ માં લઈ સર્વ કરો.. ગરમા ગરમ કોર્ન ભેળ ની મઝા માણો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Dalal
Shweta Dalal @cook_10984
પર
Mumbai
cookpad par join thaya pachi cooking no shok vadhi gyo..tyar thi navu navu banava lagi..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes