દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)

Tulsi Shaherawala
Tulsi Shaherawala @2411d
Anand
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામદૂધી
  2. 1/2 કપરવો
  3. 1 કપસોજી
  4. 4 સ્પૂનદહીં
  5. 1 1/2 સ્પૂનઆદુ મરચા ક્રશ કરેલા
  6. 1 સ્પૂનઈનો
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. 1/4 ટી સ્પૂનહળદર (કલર માટે)(optional)
  9. વઘાર માટે
  10. 1 સ્પૂનતેલ
  11. ચપટીહિંગ
  12. 1/2 ટી સ્પૂનતલ
  13. 1/2 ટી સ્પૂનરાઈ
  14. ગાર્નીશિંગ માટે
  15. ઝીણા સમારેલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધી ધોઈ છોલી ને નાના ટુકડા કરી લો.તેને મિક્સર માં ક્રશ કરી પેસ્ટ બનાવી લો...

  2. 2

    હવે એક બાઉલ માં સોજી,રવો લઈ તેમાં વાટેલા આદુ મરચાં, દહીં, મીઠું અને દૂધી ની પેસ્ટ ઉમેરી બરાબર હલાવી લો જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો તેને ૧૦ મિનિટ માટે રહેવા દો.

  3. 3

    સ્ટીમર માં પાણી લઈ ગરમ કરવા મુકો તેલ થી ગ્રીસ કરી થાળી ને સ્ટીમર માં ગરમ કરવા મુકો.પછી ઢોકળા ના ખીરા માં ઈનો ઉમેરી હલાવી તેને ઢોકળિયા માં મુકેલી થાળી માં પાથરી ને ઢાંકી ને ૧૦ મિનિટ માટે સ્ટીમ કરો.પછી ગેસ બંધ કરી ઢોકળા ની થાળી બહાર કાઢી લો.

  4. 4

    એક વઘારીયા માં તેલ લઈ ગરમ કરવા મુકો ગરમ થાય એટલે તેમાં રાઈ, ઉમેરો તતડે એટલે, તલ, હીંગ ઉમેરી વઘાર ને તૈયાર ઢોકળા ની થાળી માં રેડી દો.

  5. 5

    થોડું ઠંડુ પડે પછી કાપા પાડી લો ઉપર સમારેલા લીલા ધાણા થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tulsi Shaherawala
પર
Anand

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are delicious and superb. You can check my profile and follow me if you wish.

Similar Recipes