ચીઝ બર્સ્ટ મેગી ભજીયા (Cheese Burst Maggi Bhajiya Recipe In Guja

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#EB
#Week9
#cookpadGujarati

મેગી ભજીયા અમદાવાદની એક પ્રખ્યાત વાનગી છે. આ ભજીયા એક વખત ટેસ્ટ કર્યા પછી આપણને અવારનવાર ખાવાનું મન થાય એટલા સરસ બને છે. આ ભજીયા બનાવવા સરળ છે અને તે ઘરમાં રહેલી અને આસાની થી મળી જાય તેવી વસ્તુઓ માંથી જ બની જાય છે. મેગી નું નામ સાંભળતા જ નાના મોટા સૌને ખાવાની ઈચ્છા થઈ જાય છે. બાળકોને તો મેગી ખૂબ જ પ્રિય હોય છે આ મેગીમાં થોડા વેજીટેબલ, ચણાનો લોટ અને ચીઝ ઉમેરી મેં આજે ચીઝ બર્સ્ટ મેગી ભજીયા બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યકિત
  1. 2નાના મેગી ના પેકેટ
  2. 1કપ પાણી મેગી બોયલ માટે
  3. 1/2કપ જીની સમારેલી ડુંગળી
  4. 1/2કપ ઝીણા સમારેલા ટામેટા
  5. 1/4કપ ઝીણા સમારેલા કેપ્સીકમ
  6. 1/4કપ જીની સમારેલી લીલી કોથમીર
  7. 1/4કપ ચણા નો લોટ
  8. 1 tbspકોર્ન ફ્લોર
  9. 1 tbspલાલ મરચું પાઉડર
  10. 1/2 tspહળદર પાઉડર
  11. 1/4 tspહિંગ
  12. 2નંગ મેગી ટેસ્ટ મેકર્ મસાલો
  13. 1નંગ મસાલા એ મેજિક નું પેકેટ
  14. 1 tspગરમ મસાલો
  15. 1 tspચાટ મસાલો
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. 5નંગ ચીઝ ક્યુબ્સ
  18. તેલ તળવા માટે જરૂરી મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં પાણી ઉકળવા મૂકી તેમાં થોડું મીઠું ઉમેરી પાણી ઉકળે એટલે એમાં મેગી ઉમેરી 2 મિનિટ માટે બાફી લો.

  2. 2

    હવે આ મેગી ને મોટા કાનાવાડી ગરણી માં લઇ તેની બધ્ધું જ પાણી નિતારી લઈ મેગી ને થોડીવાર પ્લેટ મા કાઢી ડ્રાય થવા દો.

  3. 3

    હવે આ મેગી ને એક બાઉલ મા લઇ તેમાં જીની સમારેલી ડુંગળી, જીની સમારેલા ટામેટા, ઝીણા સમારેલા કેપ્સીકમ ઉમેરી તેમાં જીની સમારેલી લીલી કોથમીર, ચણા નો લોટ અને કોર્ન ફ્લોર ઉમેરો.

  4. 4

    હવે આમાં લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, હિંગ, મેગી ટેસ્ટ મેકર મસાલો અને મસાલા એ મેજિક મસાલો ઉમેરો.

  5. 5

    ત્યાર બાદ આમાં ગરમ મસાલો, ચાટ મસાલો અને મીઠું ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ 1 ચીઝ ક્યૂબ ના 4 પીસ કરી લો. હવે તૈયાર કરેલા મેગી ના મિશ્રણને હાથ માં લઇ તેમાં વચ્ચે ચીઝ ક્યૂબ મૂકી તેનો બોલ બનાવી લો.

  6. 6

    હવે એક પેન મા તેલ ગરમ કરી તેમાં તૈયાર કરેલા બોલ્સ ને પહેલા હાઈ ફલેમ પર અને પછી સ્લો ફલેમ્ પર તળી લો.

  7. 7

    હવે આપણા એકદમ ચટાકેદાર ને સ્વાદિસ્ટ એવા ચીઝ બર્સ્ટ મેગી ભજીયા તૈયાર છે સર્વ કરવા માટે. આ ભજીયા ને કોથમીર ફુદીના ની ગ્રીન ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કરો.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes