ચીઝ બ્રસ્ટ મેગી ભજીયા (Cheese Burst Maggi Bhajiya Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#EB
#week9
મેગી ભજીયા અમદાવાદની એક પ્રખ્યાત વાનગી છે. આ ભજીયા એક વખત ટેસ્ટ કર્યા પછી આપણને અવારનવાર ખાવાનું મન થાય એટલા સરસ બને છે. આ ભજીયા બનાવવા સરળ છે અને તે ઘરમાં અવેલેબલ હોય તેવી વસ્તુઓ માંથી જ બની જાય છે. મેગી નું નામ સાંભળતા જ નાના મોટા સૌને ખાવાની ઈચ્છા થઈ જાય છે. બાળકોને તો મેગી ખૂબ જ પ્રિય હોય છે આ મેગીમાં થોડા વેજીટેબલ, ચણાનો લોટ અને ચીઝ ઉમેરી મેં આજે ચીઝ બ્રસ્ટ મેગી ભજીયા બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 લોકો માટે
  1. 2નાના મેગીના પેકેટ તેના મસાલા સાથે
  2. 1મેગી મેજીક મસાલાનું પેકેટ
  3. 1/2 કપઝીણી સમારેલી ડુંગળી
  4. 1/4 કપઝીણા સમારેલા ટામેટા
  5. 1/4 કપઝીણા સમારેલા કેપ્સીકમ
  6. 1/4 કપઝીણી સમારેલી કોથમીર
  7. 2 નંગઝીણા સમારેલા લીલા મરચા
  8. 1/4 કપચણાનો લોટ
  9. 1 Tbspકોર્ન ફ્લોર
  10. 1 Tbspલાલ મરચું પાઉડર
  11. 1/2 Tspહળદર
  12. 1 Tspચાટ મસાલો
  13. 1 Tspગરમ મસાલો
  14. મીઠું સ્વાદાનુસાર
  15. ચપટીહિંગ
  16. 3ચીઝ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    એક કડાઈના એક ગ્લાસ પાણી ઉકાડવા મૂકી તેમાં થોડું મીઠું ઉમેરવાનું છે. પાણી ઉકળી જાય એટલે તેમાં મેગી ઉમેરી 2 મીનીટ માટે તેને બાફી લેવાની છે.

  2. 2

    હવે આ મેગીને એક સ્ટ્રેનરમાં લઇ તેનું બધું જ પાણી નિતારી લેવાનું છે અને તેને થોડી વાત ખુલ્લી રાખી ડ્રાય થવા દેવાની છે.

  3. 3

    આ મેગીને એક બાઉલમાં લઈ તેમાં સમારેલી ડુંગળી, સમારેલાં ટામેટાં અને સમારેલા કેપ્સિકમ ઉમેરવાનાં છે.

  4. 4

    સમારેલી કોથમીર, ચણાનો લોટ, કોર્ન ફ્લોર, લાલ મરચુ પાઉડર, હળદર, હીંગ ઉમેરવાના છે.

  5. 5

    મેગીના પેકેટ માંથી નીકળેલો મસાલો, મસાલા એ મેજીક, ગરમ મસાલો, ચાટ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે.

  6. 6

    બધુ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. અમૂલના એક ચીઝ ક્યુબના 4 પીસ કરી લેવાના છે.

  7. 7

    તૈયાર કરેલા મેગી મિશ્રણને હાથમાં લઇ તેમાં આ રીતે વચ્ચે ચીઝ ક્યુબ મૂકી તેનો બોલ બનાવી લેવાનો છે.

  8. 8

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં તૈયાર કરેલા આ બોલ્સને પહેલાં હાઇ ફ્લેમ પર અને પછી સ્લો ફ્લેમ પર તળી લેવાના છે. જેથી આપણા ચીઝ બ્રસ્ટ મેગી ભજીયા તૈયાર થઈ જશે.

  9. 9

    ગ્રીન ચટણી અને ટોમેટો સોસ સાથે આ ચીઝ બ્રસ્ટ મેગી ભજીયાને સર્વ કરી શકાય.

  10. 10
  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes