ઈડલી (Idli Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩-૪ લોકો માટે
  1. ૩ કપચોખા
  2. ૧ કપઅડદ દાળ
  3. ૧/૨ ટી સ્પૂનઆખી મેથી
  4. ૪ ટી સ્પૂનજાડા પૌઆ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. પેકેટ ઈનો
  7. ૨ ટી સ્પૂનતેલ
  8. ૧ કપખાટી છાસ/. દહીં
  9. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા અને દાલ ને બે વાર પાણી થી ધોઈ લો હવે તેમાં ત્રણ થી ચાર ગણું પાણી નાખી ને બે થી ત્રણ કલાક માટે પલાળવા દો.

  2. 2

    હવે પલાળેલા દાળ - ચોખા માંથી પાણી નિતારી લો.જરૂર લાગે બીજું થોડું પાણી નાખી ને કરકરું પીસી લો.દાળ ચોખા પીસ તી વખતે પૌઆ અને મેથી પણ નાખી દો.હવે તેમાં ખાટી છાશ નાખી ને છ થી સાત કલાક માટે ઢાંકી ને ગરમ જગ્યા રાખી દો.જેથી આથો સરસ આવે.

  3. 3

    ત્યાર બાદ તેમાં મીઠું,તેલ અને ઈનો નાખી ને સરસ હલાવી લેવું.ઈડલી સ્ટેન્ડ ને પાણી નાખી ગરમ કરવું.ઈડલી ના મોલ્ડ માં તેલ લગાવી ને ચમચા ની મદદ થી ખીરું તેમાં નાખવું.હવે તેને સ્ટેન્ડ મા મુકી ને ૧૦ થી ૧૫ મિનિટ માટે સ્ટીમ કરવા મૂકવું.

  4. 4

    ઈડલી થઈ જાય એટલે તેને એક પ્લેટ મા કાઢી ને સર્વ કરવું..તો તૈયાર છે સોફ્ટ ઈડલી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes