રેડ વેલ્વેટ સૂપ (Red velvet Soup recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#RC3
#cookpadindia
#cookpad_guj
સૂપ એ પ્રવાહી સ્વરૂપ માં પીરસાતું શાકભાજી, નુડલ્સ, મીટ આદિ ના સંયોજન થી બનતું એક વ્યંજન છે. સૂપ શબ્દ ફ્રેન્ચ શબ્દ "soupe" પર થી આવેલ છે. સૂપ એ વર્ષો થી પ્રયોગ માં આવતું વ્યંજન છે, આપણે એમ પણ કહી શકીએ કે જ્યાર થી રસોઈ બનાવાનું ચાલુ થયું ત્યાર થી સૂપ બને છે. સૂપ સામાન્ય રીતે ગરમ પીરસાય છે પરંતુ અમુક સૂપ એકદમ ઠંડા પણ પીરસાય છે.
આજે મેં રેડ વેલ્વેટ સૂપ બનાવ્યું છે નયનરમ્ય તો છે જ સાથે સાથે સે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 વ્યક્તિ
  1. 1/2કપ બીટ ના ટુકડા
  2. 1/2કપ ગાજર ના ટુકડા
  3. 1/2કપ ટમેટાં ના ટુકડા
  4. 1/4કપ મસૂર દાળ
  5. 1ડુંગળી સ્લાઈસ કરેલી
  6. 4-5લસણ ની કળી
  7. 1ચમચો બદામ ની કતરણ
  8. 1ચમચી મરી પાવડર
  9. 1ચમચી માખણ/ઘી/તેલ
  10. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    કુકર માં માખણ/ઘી/તેલ ગરમ મૂકી, ડુંગળી લસણ સાંતળો. બધા શાક અને દાળ,ધોઈ,સુધારી ને તૈયાર રાખો.

  2. 2

    ત્યારબાદ બધા શાક અને દાળ ધોઈ ને નાખો અને થોડી વાર માટે સાંતળો. એક કપ પાણી નાખી ને પ્રેસર કુક કરી લો.

  3. 3

    વરાળ નીકળી જાય પછી કુકર ખોલી, ગ્રાઈન્ડ કરી ને ગાળી લો. ફરી એક કપ પાણી નાખો. મને આ સૂપ ઘટ્ટ ભાવે, તમેં ચાહો તો તમારી પસંદગી પ્રમાણે પાણી ઉમેરી શકો છો.

  4. 4

    મીઠું, મરી નાખી, 5-7 મિનિટ, હલકી આંચ પર ઉકાળો.

  5. 5

    છેલ્લે બદામ ની કતરણ થી સજાવી ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes