બેસીલ- બીટરૂટ સૂપ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#હેલ્થી
સ્વાદિષ્ટ હેલ્થી સૂપ બનાવીને તેનો સ્વાદ માણો.

બેસીલ- બીટરૂટ સૂપ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#હેલ્થી
સ્વાદિષ્ટ હેલ્થી સૂપ બનાવીને તેનો સ્વાદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ બીટ નાં ટુકડા
  2. ૧ કપ ટામેટા ના ટુકડા
  3. ૧/૨ કપ ડુંગળી ના ટુકડા
  4. ૧/૨ કપ બટાટા નાં ટુકડા
  5. ટુકડા૧/૪ ગાજર નાં
  6. ૨ લસણ ની કળી
  7. ૨ કપ વેજીટેબલ સ્ટોક
  8. ૧ ટેબલ સ્પૂન ઓલિવ ઓઈલ
  9. ૧ ટી સ્પૂન કોર્ન ફ્લોર,૨ ટી સ્પૂન પાણી માં પલાળી રાખો
  10. ૬-૮ બેસીલ ના પાન
  11. મીઠું- કાળી મરી પાવડર સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પાન પ્રેશર કુકરમાં ઓલિવ ઓઈલ નાખી, ગરમ કરો તેમાં બીટ, ટમેટા, ડુંગળી, બટેટા,ગાજર નાં ટુકડા નાખી ને ૨-૩ મિનિટ સાંતળો.

  2. 2

    હવે એમાં વેજીટેબલ સ્ટોક ઉમેરીને બરાબર મિક્ષ કરી, કુકરમાં ૩-૪ સીટી વગાડી બાફી લો.

  3. 3

    કુકર ઠંડુ થાય એટલે ૨ ટેબલ સ્પૂન બાફેલા શાક નાં ટુકડા બાજુ મુકાવું. બાકી રહેલા બાફેલા શાક નું મિશ્રણ મિક્ષ્ચર જાર માં નાખી ને પીસી લો. આ મિશ્રણને ફરી પાન માં નાખી તેમાં કોર્ન ફ્લોર નુ પાણી, મીઠું અને મરી ઉમેરી,બેસીલ ના પાન નાં ટુકડા કરી ને નાખી,૩-૪ મિનિટ સુધી ઉકાળો. બાજુ મુકેલા બાફેલા શાક નાં ટુકડા નાખી, ગરમાગરમ સ્વાદિષ્ટ બેસીલ- બીટરૂટ સુપ બોઉલ માં નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

ટિપ્પણીઓ

Similar Recipes