ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)

Prerita Shah
Prerita Shah @Preritacook_16
Nadiad

#RC4
ચોમાસુ હોય અને ચારેબાજુ હરિયાળી જ હરિયાળી હોય.... આ હરિયાળીમાં ગ્રીન ચટણી ભોજન સાથે ખૂબ જ સારી લાગે છે અને સાથે-સાથે હેલ્ધી પણ છે
કારણ કે આપણે તેમાં પાલક મીઠા લીમડાના પાન અને એવરગ્રીન લીલા ધાણાનો ઉપયોગ કર્યો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપલીલા ધાણા
  2. 4પાન પાલક ના
  3. 12/15મીઠા લીમડાના પાન
  4. 2લીલા મરચાં
  5. 1નાનો ટુકડો આદું
  6. 1/2 ટીસ્પૂનશેકેલું જીરું
  7. 1/2 ટીસ્પૂનચાટ મસાલો
  8. જરૂર મુજબ મીઠું
  9. 1/2 ટીસ્પૂનલીંબૂ નો રસ
  10. 2આઇસ ક્યૂબ
  11. 2 ટેબલસ્પૂનપાણી

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સામગ્રીમાં જણાવ્યા મુજબ બધી વસ્તુઓ તૈયાર રાખવી

  2. 2

    ત્યારબાદ એક મિક્સર બાઉલમાં બધી આદુ મરચા, ધાણા, પાલક, મીઠા લીમડાના પાન તેમજ બરફના ટુકડા અને જરૂર મુજબ પાણી ઉમેરી એક મિનિટ માટે મિક્સર માં ક્રશ કરી લો બરાબર પેસ્ટ થાય એટલે તેમાં જીરુ, ચાટ મસાલો લીંબુનો રસ અને મીઠું ઉમેરી ફરીથી 1/2મિનિટ માટે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવું

  3. 3

    તૈયાર છે સરસ મજાની ગ્રીન ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Prerita Shah
Prerita Shah @Preritacook_16
પર
Nadiad

Similar Recipes