સતુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)

સતુ ખૂબ જ હેલ્ધી છે. પ્રોટીનથી ભરપૂર હોય છે. સતુ પાઉડર બજારમાં તૈયાર મળતો હોય છે અને જો તમારી પાસે ન હોય તમે દાળિયામાંથી પણ એનો પાઉડર બનાવી શકો છો સતુ ખૂબ જ ગુણકારી પણ છે શરીર મા તાકાત પણ આપે છે અને એનર્જી થી પણ ભરપૂર છે એ નાના થી મોટા બધાને માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમે અને લાડવા બનાવી આપશો તો એ નાના છોકરાઓ ભાવશે.
સતુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
સતુ ખૂબ જ હેલ્ધી છે. પ્રોટીનથી ભરપૂર હોય છે. સતુ પાઉડર બજારમાં તૈયાર મળતો હોય છે અને જો તમારી પાસે ન હોય તમે દાળિયામાંથી પણ એનો પાઉડર બનાવી શકો છો સતુ ખૂબ જ ગુણકારી પણ છે શરીર મા તાકાત પણ આપે છે અને એનર્જી થી પણ ભરપૂર છે એ નાના થી મોટા બધાને માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમે અને લાડવા બનાવી આપશો તો એ નાના છોકરાઓ ભાવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાડકામાં ઘી લો એની અંદર દળેલી ખાંડ નાખી બરાબર ફેટો જ્યાં સુધી ઘી અને ખાંડ બરાબર મિક્સ થઈ જાય.
- 2
દાળીયા ને મિક્સરમાં ક્રશ કરી લો બારીક પાઉડર કરવો. પછી દાળીયાના પાવડરને ઘી ખાંડ ના મિશ્રણમાં નાખી દો પછી બરાબર મિક્સ કરી દો. લોટ જેવુ બંધાઈ જશે.
- 3
પછી નાના લાડવા બનાવી દો અને ઉપર બદામ મૂકી દો. રેડી છે સતુ ના લાડુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સતુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#EBWeek11સતુ મુખત્વે પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ધરાવે છે... સતુ પાઉડર બજાર માં તૈયાર મળે છે તેમજ દાળિયા ને પીસી ને ઘરે પણ બને છે...તેમાં થી સતુ પાક, ને ડ્રિંક્સ પણ બનાવી શકાય છે. KALPA -
સતુ લાડુ (Sattu ladoo recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ2સતુ, એ શેકેલા ચણા માંથી બનતો લોટ છે જેનો વપરાશ બિહાર, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ માં વધુ થાય છે. પ્રોટીન થી ભરપૂર સતુ નું શરબત બહુ પ્રખ્યાત છે સાથે સાથે ગરમી માં ઠંડક પણ આપે છે. "ગરીબો ના પ્રોટીન" તરીકે ઓળખાતા આ લોટ માંથી શરબત સિવાય પરાઠા, કચોરી, લાડુ જેવી ઘણી વાનગી બને છે.સતુ ના લાડુ ,તિજ માતા ના તહેવાર અને પૂજા માં ખાસ બને છે જે બહુ જલ્દી તથા ઓછા ઘટક થી બની જાય છે. Deepa Rupani -
મગસ ના લાડુ(Magas na ladoo recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ_લોટ#week2પોસ્ટ - 15 આ લાડુ ચણાના લોટમાંથી બને છે પણ થોડા કરકરા રાખવા હોય તો સરળ રીતે બનાવી શકાય...મેં ચણાની દાળ કોરી જ શેકીને તેને મીક્ષર જારમાં કરકરો લોટ દળીને પછી ઘી માં શેકી લીધો છે...મેં પ્રસાદ માટે બનાવ્યા છે ....પ્રોટીન થી ભરપૂર હોવાથી નાના બાળકો ને આપી શકાય છે.... Sudha Banjara Vasani -
ડ્રાયફ્રુટ સતુ ના લાડુ (Dryfruit Sattu Ladoo Recipe In Gujarati)
સતુ ના લાડુ માં ડ્રાય ફ્રુટ અને દાળિયા પાઉડર અને ઘી આ દરેક વસ્તુ વિટામિન, પ્રોટીન થી ભરપૂર માત્રામાં હોય છે અને તે હેલ્થ માટે ફાયદાકારક છે આ લાડુ સવારે ચા પીવા ના અડઘો કલાક પહેલા લેવાથી તે ખૂબ ફાયદાકારક છે Falguni Shah -
સતુ શરબત (Sattu Sharbat recipe in Gujarati)
#ઈસ્ટ#પોસ્ટ1પૂર્વીય ભારત ના રાજ્યો ની ઘણી વાનગીઓ ભારત ભર માં પ્રખ્યાત છે અને ખવાય તથા બનાવાય છે. પછી તે પશ્ચિમ બંગાળ ના રસગુલ્લા-સંદેશ હોઈ કે બિહાર ના સતુ પરાઠા, શરબત કે લીટી ચોખા હોય. વળી ઉત્તર પૂર્વીય રાજ્યો ની ઘણી વાનગી હવે પ્રચલિત થવા લાગી છે.સતુ એટલે શેકેલા ચણા નો લોટ. બજાર માં પણ મળે અથવા ઘરે દાળિયા ( શેકેલા ચણા) ને ગ્રાઇન્ડ કરી ને પણ બનાવી શકાય. સતુ એ પ્રોટીન થી ભરપૂર અને શક્તિવર્ધક તો છે જ. સાથે સાથે વજન ને નિયંત્રિત રાખવા માં પણ મદદ રૂપ છે.સતુ શરબત એ બહુ જલ્દી બની જતું, સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ પીણું છે. ગરમી માં એ શરીર ને ખૂબ જ ઠંડક પણ આપે છે. સતુ શરબત માં ડુંગળી અને લીલા મરચાં પણ નખાય જે મેં પરિવાર ની પસંદ ને લીધે નથી ઉમેર્યા. Deepa Rupani -
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#EBweek11સત્તુ એ ખૂબ જ પૌષ્ટિક હોય છે. પ્રોટીન નો સૌ થી સારો અને સસ્તો સ્ત્રોત છે. અહીં મેં સત્તુ ના લાડુ બનાવ્યાં છે જે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. Jyoti Joshi -
સત્તુ ના ઇન્સ્ટન્ટ લાડુ (Sattu Instant Ladoo Recipe In Gujarati)
#Eb#week11આ ઇન્સંટ લાડુ મે શેકેલા ચણા માંથી બનાવ્યા છે જે સત્તુ પાઉડર કહેવાય છે નાના બાળકોને આપવાથી ખૂબ જ સારું પોષણ મળે છે જલ્દી બની જાય છે એટલે વારંવાર બનાવુ છુંજે ઓરીજીનાલ સત્તુ ના લાડુ કરતા જુદા છે પણ બહુ સરસ બને છે અભિપ્રાય જરૂર થી જણાવશો Jyotika Joshi -
સતુ નુ મીઠું પાણી (Sattu Sweet Pani Recipe In Gujarati)
#EB#WEEK11 'સતુ'...એટલે ચણા,જવ,ઘઉં ...વગેરે ને શેકી ને દળી એનો પાઉડર બનાવી લો...દિશાબ્હેને સતુ વિશે કહ્યું, તો મને થયું લાવ હું પણ સતુ નું મીઠું શરબત બનાવું.સવારે નાસ્તામાં કંઈ પણ બનાવવા નો મેળ ન પડે કે બનાવી નથી શકયા,મોડું થયું હોય...don't woory... ફટાફટ ' સતુ પાણી ' બનાવી પી લેવું....ખૂબ જ શક્તિવર્ધક છે......ગરમી થી બચવું હોય તો__ ' સતુ પાણી જીંદાબાદ.' Krishna Dholakia -
લાડુ(Ladoo Recipe in Gujarati)
દાળિયા ના લાડવા નાના બાળકો ને ખૂબ જ પસંદ હોય છે અને હેલ્ધી પણ હોય છે.#GA4#week14 Chhaya Pujara -
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#Famસત્તુ મુળ મેવાડ ( રાજસ્થાન ) ની મીઠાઈ છે. હું આ મીઠાઇ મારી મમ્મી પાસે થી શીખી છું અને મારા નાની પણ આ રીતે જ બનાવતાં.અમારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે અને આ સત્તુ ના લાડુ ઋતુ અનુસાર ઠાકોરજી ને ધરવામાં આવે છે તો હું આ રેસિપી અહીં મુકી રહી છું. Kajal Sodha -
-
લાડુ (Ladoo Recipe in Gujarati)
આ લાડવા શિયાળામાં ખૂબ શક્તિશાળી છે નાના મોટા બધાને ભાવે તેવા છે. આ લાડવા શરદી ખાંસીમાં પણ ખાવા માં સારા છે. Pinky bhuptani -
સતુ ચિલ્લા સેન્ડવિચ (Sattu Chilla Sandwich)
#EB#week11#cookpadindia#cookpad_gujસતુ એટલે શેકેલા દાળિયા/ચણા નો લોટ. સતુ એક ખૂબ જ શક્તિવર્ધક અને ગ્લુટેન ફ્રી ઘટક છે જે "ગરીબ ના પ્રોટીન" થી પણ ઓળખાય છે. કારણ કે આસાની થી અને ઓછી કિંમત માં ઉપલબ્ધ સતુ પ્રોટીન થી ભરપૂર છે જે બિનશાકહારી ખોરાક ની તોલે આવે છે. સતુ નો ભરપૂર ઉપયોગ બિહાર, ઝારખંડ માં થાય છે પરંતુ તેના સ્વાસ્થ્ય લાભ ને લીધે તેનો પ્રયોગ વિસ્તૃત બન્યો છે.સતુ થી ઘણી વાનગી બને છે જેમાં પરાઠા, પુરી, કચોરી, શરબત, લાડુ ઇત્યાદિ વધુ પ્રચલિત છે. આજે મેં તેના ચિલ્લા બનાવ્યા છે જેમાં મેં કોથમીર અને પાલક ઉમેર્યા છે અને તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા ,મેયોનિસ, કેચપ, સેઝવાન સોસ ,ચીઝ વગેરે ઉમેરી સેન્ડવિચ નું સ્વરૂપ આપ્યું છે જેથી બાળકો માટે એક સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ નાસ્તો બની શકે છે. Deepa Rupani -
-
સતુ પરાઠા
#તવા#૨૦૧૯#OnerecipeOnetreeસતુ પરાઠા એ બિહાર ની વાનગી છે. સતુ એટલે શેકેલા ચણા નો લોટ. સતુ વડે બિહારી લોકો બીજી ઘણી વાનગી બનાવે છે. સતુ એ શાકાહારી માટે પ્રોટીન ના મહત્વ ના સ્ત્રોત માનું એક છે.મારા પતિ બિહાર માં જ જન્મેલા અને મોટા થયા છે તો તેમની પાસે થી સતુ અને તેની વાનગી વિશે જાણ્યું. તેમના મનપસંદ છે અને મારા પણ. સતુ ના મિશ્રણ માં કેરી નું અથાણું નાંખીને બનાવાય પણ મેં નથી નાખ્યું. Deepa Rupani -
સત્તુ ના ડ્રાયફ્રુટસ લાડુ (Sattu Dryfruits Ladoo Recipe In Gujarati)
#EBWeek11સત્તુ તો પૌષ્ટીક છે પણ જો તેમાં ભરપૂર માત્રામાં ડ્રાય ફ્રુટસ ઉમેરવા માં આવે તો સોનાં માં સુગંધ ભળે Pinal Patel -
મગસના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
સ્વામિનારાયણ મંદિરમાં મળતી લાડુડી નો પ્રસાદ ખૂબ જ જાણીતો છે દરેક સિટીમાં સ્વામિનારાયણ નું મંદિર હોય જ છે અને તેનો મળતો પ્રસાદ બધાને ખૂબ ભાવે છે તેથી તે બનાવ્યો.#CT Rajni Sanghavi -
લાડુ ((ladoo Recipe inGujarati)
#GA4#week9MithaiWeek9દિવાળીનો તહેવાર હોય અને ગરમી થાય તો બનતી જ હોય છે. તેમાં પણ ઘરમાં બનાવેલા લાડુ મીઠાઈ હલવા બધાને જ ભાવતા હોય છે.. તેમાં અમારા ઘરમાં તો ખાસ મગજ ,ચણાની દાળ નો લાડવો બારેમાસ બનતો હોય છે. મેં પણ આજે એ બનાવ્યો છે ચણા નો લાડવો.... મને અહીં ઢીલો લાડવો વધારે ભાવે છે... તમે ગોળ લાડવા પણ વારી શકો છો પણ હું અહીં એમજ કન્ટેનરમાં ભરી દવ છું Shital Desai -
-
સત્તુ ના લાડુ (Sattu Ladu Recipe In Gujarati)
#EB#week11શેકેલા ચણા અને દાળિયા માંથી જે પાઉડર બને છે તેને સત્તુ નો લોટ કહે છે. સત્તુ માં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન અને ન્યુટ્રીશન હોય છે અને ખૂબ જ હેલ્ધી હોય છે. સત્તું માંથી ઘણી બધી વાનગી બને છે જેમકે સુખડી, લાડુ, પૂરી, પરાઠા બીજું ઘણું બધું બને છે. સત્તું ના લોટ નો ઉપયોગ બિહારમાં વધારે પ્રમાણમાં થાય છે. Parul Patel -
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CR કોકોનટ ના લાડવા ઝડપથી બની જાય છે. અને ખાવા માં બહુ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ બનાવી ને ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
લાડુ(Ladu Recipe in Gujarati)
દાળીયાના લાડુ બહુ ઓછા લોકો બનાવતાં હોય છે પણ એ ખૂબ જ સરસ લાગે છે આ લાડુ મારા સાસુ,મારી દીકરી અને તેની દીકરી ને પણ અને મારા દીકરાની દીકરી ને પણ ખૂબ જ ભાવે છે તમે પણ ચોકકસ બનાવજો. આ લાડુ નાના મોટા દરેક વ્યક્તિને ભાવે તેવા છે માટે હું તમારી સાથે શેર કરું છું. Bharati Lakhataria -
ફરાળી નાનખટાઈ (farali nankhatai recipie in Gujarati)
#માઇઇબુક#ઉપવાસ આ નાનખટાઈ ઓછા અને ઘરમાં મળી રહે તેવા ઘટકોથી,ખૂબ જ ઝડપ થી ઓછા સમયમાં બની જાય છે.સ્વાદમાં પણ ખૂબ જ સારી ક્રિસ્પી બને છે..... Bhagyashree Yash -
-
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CDY મગજ ના લાડુ એ ખૂબ પ્રખ્યાત અને સ્વાસ્થ્ય વર્ધક છે.મારી દીકરી ને એ ખુબજ ભાવે છે.એટલે મે એના માટે આ રેસીપી બનાવી છે. Ami Gorakhiya -
સત્તુ અને મખાના ના લાડુ (Sattu Makhana Ladoo Recipe In Gujarati)
#EB#Week11સત્તુ મોટે ભાગે બિહાર માં ખવાય છે અને શેકેલા ચણા અને દાળિયા માંથી પાઉડર બંને છે અને તેની સાથે મેં મખાના નો ઉપયોગ કર્યો છે. સત્તુ અને મખાના બંને માં ખુબ જ પ્રોટીન અને નુટ્રીશન હોય છે.અને ખુબ જ હેલ્થી પણ હોય છે. ટેસ્ટ માં તો બહુ જ સરસ લાગે છે.સત્તુ માંથી તો બહુ બધી વાનગી બંને છે પણ તેની સાથે મખાના નો ઉપયોગ કરી એક હેલ્થી લાડુ બનાવ્યા છે જે મારો પોતાનું ઇનોવેશન છે. તમને બધા ને ચોક્કસ ગમશે અને જરૂર ટ્રાય કરજો. Arpita Shah -
ગુલાબ ના લાડુ (Rose Ladoo Recipe In Gujarati)
#cookpadIndiaખૂબ જ ગુણકારી વાનગી શિયાળા માં ખાઈ શકીએ ઉનાળા માં પણ ખાઈ શકાય. તંદુરસ્તી થી ભરપૂર બનાવે છે. Kirtana Pathak -
લાડુ(ladoo Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAIઆ લાડુ બધા ને ત્યાં બનતા જ હશે. અમારા ઘરમાં પણ પારંપરિક રીતે બનતી આ એક મીઠાઈ છે જેને ઘરના મોટા થી લઈને નાના સુધી ના બધા જ ખૂબ પ્રેમ થી ખાય છે. આ દિવાળી પર પણ આ લાડુ બનાવ્યા અને સહુ એ એનો આનંદ માણ્યો. Mauli Mankad -
મગસ ના લાડુ(Magas Ladoo Recipe in Gujarati)
#કુકબુક#પોસ્ટ-૩મગસ એ બધાની મોસ્ટ ફેવરીટ અમારા ઘર ની સ્વીટ છે. અને સ્વામિનારાયણ હોય અેટલે મગસ તો હોય જ....! Vaishali Gohil
More Recipes
ટિપ્પણીઓ (12)