સતુ શરબત (Sattu Sharbat recipe in Gujarati)

#ઈસ્ટ
#પોસ્ટ1
પૂર્વીય ભારત ના રાજ્યો ની ઘણી વાનગીઓ ભારત ભર માં પ્રખ્યાત છે અને ખવાય તથા બનાવાય છે. પછી તે પશ્ચિમ બંગાળ ના રસગુલ્લા-સંદેશ હોઈ કે બિહાર ના સતુ પરાઠા, શરબત કે લીટી ચોખા હોય. વળી ઉત્તર પૂર્વીય રાજ્યો ની ઘણી વાનગી હવે પ્રચલિત થવા લાગી છે.
સતુ એટલે શેકેલા ચણા નો લોટ. બજાર માં પણ મળે અથવા ઘરે દાળિયા ( શેકેલા ચણા) ને ગ્રાઇન્ડ કરી ને પણ બનાવી શકાય. સતુ એ પ્રોટીન થી ભરપૂર અને શક્તિવર્ધક તો છે જ. સાથે સાથે વજન ને નિયંત્રિત રાખવા માં પણ મદદ રૂપ છે.
સતુ શરબત એ બહુ જલ્દી બની જતું, સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ પીણું છે. ગરમી માં એ શરીર ને ખૂબ જ ઠંડક પણ આપે છે. સતુ શરબત માં ડુંગળી અને લીલા મરચાં પણ નખાય જે મેં પરિવાર ની પસંદ ને લીધે નથી ઉમેર્યા.
સતુ શરબત (Sattu Sharbat recipe in Gujarati)
#ઈસ્ટ
#પોસ્ટ1
પૂર્વીય ભારત ના રાજ્યો ની ઘણી વાનગીઓ ભારત ભર માં પ્રખ્યાત છે અને ખવાય તથા બનાવાય છે. પછી તે પશ્ચિમ બંગાળ ના રસગુલ્લા-સંદેશ હોઈ કે બિહાર ના સતુ પરાઠા, શરબત કે લીટી ચોખા હોય. વળી ઉત્તર પૂર્વીય રાજ્યો ની ઘણી વાનગી હવે પ્રચલિત થવા લાગી છે.
સતુ એટલે શેકેલા ચણા નો લોટ. બજાર માં પણ મળે અથવા ઘરે દાળિયા ( શેકેલા ચણા) ને ગ્રાઇન્ડ કરી ને પણ બનાવી શકાય. સતુ એ પ્રોટીન થી ભરપૂર અને શક્તિવર્ધક તો છે જ. સાથે સાથે વજન ને નિયંત્રિત રાખવા માં પણ મદદ રૂપ છે.
સતુ શરબત એ બહુ જલ્દી બની જતું, સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ પીણું છે. ગરમી માં એ શરીર ને ખૂબ જ ઠંડક પણ આપે છે. સતુ શરબત માં ડુંગળી અને લીલા મરચાં પણ નખાય જે મેં પરિવાર ની પસંદ ને લીધે નથી ઉમેર્યા.
રાંધવાની સૂચનાઓ
- 1
એક જાર માં સતુ, ખાંડ, સંચળ, મરી, મીઠું નાખો. બે ગ્લાસ પાણી પણ ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો.
- 2
હવે તેમાં લીંબુ નો રસ ઉમેરો.
- 3
કોથમીર અને ફુદીનો પણ ઉમેરો. સારી રીતે ભેળવી અને એકદમ ઠંડુ કરો.
- 4
ઠંડુ પીરસો. પીરસતી વખતે હલાવવું, સતુ નીચે બેસી જાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સતુ પરાઠા
#તવા#૨૦૧૯#OnerecipeOnetreeસતુ પરાઠા એ બિહાર ની વાનગી છે. સતુ એટલે શેકેલા ચણા નો લોટ. સતુ વડે બિહારી લોકો બીજી ઘણી વાનગી બનાવે છે. સતુ એ શાકાહારી માટે પ્રોટીન ના મહત્વ ના સ્ત્રોત માનું એક છે.મારા પતિ બિહાર માં જ જન્મેલા અને મોટા થયા છે તો તેમની પાસે થી સતુ અને તેની વાનગી વિશે જાણ્યું. તેમના મનપસંદ છે અને મારા પણ. સતુ ના મિશ્રણ માં કેરી નું અથાણું નાંખીને બનાવાય પણ મેં નથી નાખ્યું. Deepa Rupani -
સતુ ચિલ્લા સેન્ડવિચ (Sattu Chilla Sandwich)
#EB#week11#cookpadindia#cookpad_gujસતુ એટલે શેકેલા દાળિયા/ચણા નો લોટ. સતુ એક ખૂબ જ શક્તિવર્ધક અને ગ્લુટેન ફ્રી ઘટક છે જે "ગરીબ ના પ્રોટીન" થી પણ ઓળખાય છે. કારણ કે આસાની થી અને ઓછી કિંમત માં ઉપલબ્ધ સતુ પ્રોટીન થી ભરપૂર છે જે બિનશાકહારી ખોરાક ની તોલે આવે છે. સતુ નો ભરપૂર ઉપયોગ બિહાર, ઝારખંડ માં થાય છે પરંતુ તેના સ્વાસ્થ્ય લાભ ને લીધે તેનો પ્રયોગ વિસ્તૃત બન્યો છે.સતુ થી ઘણી વાનગી બને છે જેમાં પરાઠા, પુરી, કચોરી, શરબત, લાડુ ઇત્યાદિ વધુ પ્રચલિત છે. આજે મેં તેના ચિલ્લા બનાવ્યા છે જેમાં મેં કોથમીર અને પાલક ઉમેર્યા છે અને તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા ,મેયોનિસ, કેચપ, સેઝવાન સોસ ,ચીઝ વગેરે ઉમેરી સેન્ડવિચ નું સ્વરૂપ આપ્યું છે જેથી બાળકો માટે એક સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ નાસ્તો બની શકે છે. Deepa Rupani -
સત્તુ શરબત(satu sharbat recipe in Gujarati)
#ઈસ્ટસતુ નુ શરબત શરીર ને ઠંડક આપે છે. ગરમી ના દિવસો માં આ શરબતનુ સેવન શરીર ને આંતરિક ઠંડક આપે છે.આ શરબત ઝડપથી બને છે અને બનાવવુ સરળ પણ છે. Jigna Vaghela -
સતુ કા શરબત (Sattu ka sarbat in gujarati recipe)
#યીસ્ટબિહાર નું એક પ્રચલિત પીણું એટલે સતુ નું શરબત....બિહાર નું ગ્લુકોન-ડી કેવાય છે જે પ્રોટીન થી ભરપૂર હોવાથી આખો દિવસ એનેર્જી મેળવવા માટે સવારે નાસ્તા માં લેવામાં આવે છે. KALPA -
સતુ શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ....ઉનાળા ની સખત ગરમી માં ખાવાનું તો મન બહુ ઓછું થતું હોય પણ જો તેમાં કઈ હેલ્ધી અને એનર્જી થી ભરપૂર રાખે અને લૂ થી પણ બચવા માં મદદ કરે. આ ડ્રિન્ક બિહાર અને પૂર્વ ના રાજ્ય માં બહુ પ્રખ્યાત છે. Komal Dattani -
સતુ પકોડા કઢી (Satu Pakoda Kadhi Recipe In Gujarati)
#AM1#cookpadgujarati#cookpadindiaપકોડા કઢી અથવા પંજાબી કઢી પકોડા થી જાણીતું એવું આ પ્રખ્યાત ઉત્તર ભારતીય વ્યંજન છે, જે ચણા ના લોટ ના પકોડા અને દહીં-બેસન થી બનતી કઢી ના સમન્વય થી બને છે. જે ભાત સાથે વધારે ખવાય છે, જો કે રોટલી સાથે પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે.આજે મેં આ સ્વાદિષ્ટ કઢી ને સ્વાસ્થ્યપ્રદ બનાવી છે ,બે ફેરફાર સાથે. એક તો મેં ચણા ના લોટ ની બદલે સતુ ( શેકેલા ચણા નો લોટ ) અને પકોડા ને તળવા ની બદલે એપે પાન માં બનાવ્યા છે. Deepa Rupani -
સતુ નુ મીઠું પાણી (Sattu Sweet Pani Recipe In Gujarati)
#EB#WEEK11 'સતુ'...એટલે ચણા,જવ,ઘઉં ...વગેરે ને શેકી ને દળી એનો પાઉડર બનાવી લો...દિશાબ્હેને સતુ વિશે કહ્યું, તો મને થયું લાવ હું પણ સતુ નું મીઠું શરબત બનાવું.સવારે નાસ્તામાં કંઈ પણ બનાવવા નો મેળ ન પડે કે બનાવી નથી શકયા,મોડું થયું હોય...don't woory... ફટાફટ ' સતુ પાણી ' બનાવી પી લેવું....ખૂબ જ શક્તિવર્ધક છે......ગરમી થી બચવું હોય તો__ ' સતુ પાણી જીંદાબાદ.' Krishna Dholakia -
લીટ્ટી ચોખા (litti chokha recipe in Gujarati)
#TT2#cookpad_guj#cookpadindiaલિટ્ટી ચોખા એ બિહાર નું ખાસ વ્યંજન છે જે ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશ માં પણ પ્રચલિત છે. લિટ્ટી ચોખા ફક્ત ભારત માં જ નહીં પણ વિદેશ માં અમુક દેશ જેવા કે મોરેશિયસ, ફીજી, સુરીનામે, યુ.કે.,કે જ્યાં બિહાર, ઝારખંડ ના લોકો વસે છે તે લોકો દ્વારા ત્યાં પણ લિટ્ટી ચોખા ખવાય છે.લિટ્ટી ને લોટ માં સતુ નું પૂરણ ભરી, સેકી ને બનાવાય છે અને ચોખા સાથે ખવાય છે . ચોખા એટલે બાફેલા બટેટા અથવા રીંગણ નું બને છે સાથે શેકેલા ટમેટા ની ચટણી અને કોથમીર લસણ ની ચટણી ખવાય છે.બિહાર , ઝારખંડ અને ઉત્તર પૂર્વીય ઘણા રાજ્યો માં રસોઈ માં સરસો ના તેલ નો ઉપયોગ થાય છે. આપણે કોઈ પણ તેલ નો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ સ્વાદ સરસો તેલ માં સારો આવે છે. સરસો ના તેલ ને ગરમ કર્યા વિના જ નખાય છે પણ કાચો સ્વાદ ના ભાવે તો એકદમ ગરમ કરી, ઠંડુ કરી વાપરવું. Deepa Rupani -
આલૂ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ#post2આલૂ પરાઠા થી આપણે કોઈ અજાણ્યા નથી. ભારત ના ઉત્તરીય રાજ્યો અને ખાસ કરી ને પંજાબ માં બહુ પ્રચલિત એવા આલૂ પરાઠા, મધ્ય ભારત અને પશ્ચિમ ભારત ના અમુક વિસ્તાર માં પણ પ્રચલિત છે જ.બહુ સરળતાથી બની જતા આ પરાઠા ની રેસિપિ માં પણ ખાસ નવીનતા નથી તેમ છતાં જ્યારે ઉત્તર ભારતના ભોજન ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય? પંજાબ માં તો આલૂ પરાઠા બહુ જ ખવાય ,ખાસ કરીને સવાર ના નાસ્તામાં.. આપણે પંજાબ ને આલૂ પરાઠા ના બ્રાન્ડ એમ્બેસેડર પણ કહી શકીએ😊.આલૂ પરાઠા, દહીં, અથાણાં અને માખણ સાથે બહુ જ સરસ લાગે છે પણ ઘણા લોકોને તે કોથમીર ની ચટણી, ટોમેટો કેચપ સાથે પણ ભાવે છે. Deepa Rupani -
સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
#EB#week11#RC4#greenreceipe#cookpadindia#cookpadgujarati સત્તુ એટલે શેકેલા ચણા કે દાળિયા નો પાઉડર .એમાંથી સુખડી, શરબત, ભરેલાં શાક માં, ચટણી માં તેનો ઉપયોગ કરાય છે. सोनल जयेश सुथार -
સત્તુ શરબત (Sattu sharbat recipe in Gujarati)
સત્તુ શેકેલા ચણા માંથી બનાવવામાં આવતો લોટ છે જે ખૂબ જ આરોગ્યવર્ધક છે. સત્તુ માં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી પાચનક્રિયામાં મદદરૂપ છે તેમ જ વજન ઘટાડવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આ સિવાય પણ આ લોટ ના ઉપયોગ ના ઘણા બધા ફાયદા છે. સતુ ના લોટ માંથી પરાઠા, લીટી, ચીલા તેમજ મીઠાઈઓ બનાવી શકાય.સત્તુ માંથી બનાવવામાં આવતું શરબત ઉનાળાના સમયમાં પીવામાં આવે છે. આ શરબત ઉત્તર ભારતીય રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. નહિવત સમયમાં અને ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બની જતું આ શરબત પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ગુણકારી છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
સતુ લાડુ (Sattu ladoo recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ2સતુ, એ શેકેલા ચણા માંથી બનતો લોટ છે જેનો વપરાશ બિહાર, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ માં વધુ થાય છે. પ્રોટીન થી ભરપૂર સતુ નું શરબત બહુ પ્રખ્યાત છે સાથે સાથે ગરમી માં ઠંડક પણ આપે છે. "ગરીબો ના પ્રોટીન" તરીકે ઓળખાતા આ લોટ માંથી શરબત સિવાય પરાઠા, કચોરી, લાડુ જેવી ઘણી વાનગી બને છે.સતુ ના લાડુ ,તિજ માતા ના તહેવાર અને પૂજા માં ખાસ બને છે જે બહુ જલ્દી તથા ઓછા ઘટક થી બની જાય છે. Deepa Rupani -
સતુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#EBWeek11સતુ મુખત્વે પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ધરાવે છે... સતુ પાઉડર બજાર માં તૈયાર મળે છે તેમજ દાળિયા ને પીસી ને ઘરે પણ બને છે...તેમાં થી સતુ પાક, ને ડ્રિંક્સ પણ બનાવી શકાય છે. KALPA -
સત્તુ શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
#EB#Week11સુપરફૂડ મધુર સતુ શરબતમીઠું મધુર લાજવાબ સત્તુ શરબત Ramaben Joshi -
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#weekgreenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav -
સત્તૂ શરબત(sattu sharbat recipe in Gujarati)
#SM સત્તૂ શરબત, જેમાં સુગર કે સોડા નથી તો પણ સમર કુલર છે.ગરમી થી બચવા માટે ખૂબ જ ઉપયોગી છે અને ડીહાઈડ્રેશન થી બચાવે છે.અહીં નમકીન સત્તૂ બનાવ્યું છે.જે હેલ્ધી ડ્રિન્ક છે. Bina Mithani -
ફુદીના ને લીંબુ નું શરબત (Pudina Lemon Sharbat Recipe In Gujarati)
ગરમી મા ખુબ જ ઉપયોગી છે.#cookpadgujarati#cookpadindia#sharbat#forsummerfudinanlemonsharbat#શરબત#ફુદીનાનેલીબુનુશરબતશીષક: ફુદીના ને લીંબુ નું શરબત Bela Doshi -
-
જીરા ફૂદીના શરબત (Cumin Mint Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#summur_drink#lemonગરમી ની સીઝન માં અવનવા શરબત આપણે પીતા હોય છે .આ જીરા ,ફૂદીના નું શરબત પીવાથી ગરમી માં શરીર ને રાહત મળે છે. સાથે અપચો ,ગેસ ,ઓછી ભૂખ લાગતી હોય એવા પેટ ના રોગ પણ મટાડે છે, જીરા નું સેવન મેદસ્વીપણું ઘટાડે છે . ઘરે આ શરબત સહેલાઇ થી અને ઝડપ થી બની જાય છે . Keshma Raichura -
ઈનસ્ટન્ટ સતુ સુખડી (Instant Sattu Sukhdi Recipe In Gujarati)
સવાર મા બધા મીલ્ક ના એક ગ્લાસ સાથે સતુ સુખડી શીયાળામાં અને ગરમી મા પણ લઈ શકીએ આ ઈનસ્ટન્ટ એનૅજી બુસ્ટર અને હેલ્થ માટે પોષટીક.#trend#week4 Bindi Shah -
વરીયાળી શરબત (Sauf / Variyali Sharbat Recipe in Gujarati)
#SM#Cookpadgujarati ઉનાળા માં બહુ ગરમી પડે. ઉનાળા ની ગરમી માં શરીર ને ઠંડક એવી બહુ જરૂરી છે. ઘર માં બધા કંઈક નું કંઈક બનાવતા જ હોય જે ગરમી માં શરીર ને રાહત આપે. વરિયાળી એ શરીર ને ઠંડક આપવા માટે બહુ જ ઉપયોગી છે. ગરમી માં રોજ વરિયાળી ખાવી જોઈ એ. વરિયાળી બહુ ખાવા માં મજા ના આવે પણ એમાં થી જો સાકાર નાખેલું શરબત બનાવી ને પીવા માં આવે તો બહુ મજા પણ આવે અને સ્વાદિષ્ટ પણ લાગે. સાકાર એ પણ શરીર ને ઠંડક આપે છે. એટલે ખાંડ ની જગ્યા એ સાકાર નો ઉપયોગ કરવો વધુ સારો. ઉનાળા માં રોજ બપોરે વરિયાળી નો સરબત પીવો જ જોઈ એ. તો આજે હું તમને વરિયાળી સરબત બનાવની રીત શીખવાડીશ. આવી તેજ ગરમી માં આ શરબત રોજ બનાવી ને ઘર ના બધા ને પીવડાવો અને શરીર ને ઠંડક આપો. Daxa Parmar -
વરિયાળી કાળી દ્રાક્ષ નું શરબત (Variyali Kali Draksh Sharbat Recipe In Gujarati)
#SMબહુ જ refreshing છે,એકદમ ઠંડુ અને ગરમી માં તાજગી આપતું આ શરબત દરરોજ બે ગ્લાસ પીવાથી શરીર ની સાથે સાથે મગજ ને પણ ઠંડક આપશે . Sangita Vyas -
સત્તુ નું સ્વીટ અને સેવરી શરબત (Sattu Sweet / Savoury Sharbat Recipe In Gujarati)
સત્તુ ની ગણતરી સુપરફુડ્સ માં થાય છે. સત્તુ નો લોટ, હેલ્થી અને પ્રોટીન થી ભરપુર છે.ઉનાળામાં આ શરબત ખાસ તાજગી આપે છે. સત્તુ ચણા,જવ અને ઘઉં માં થી બને છે. મેં અહિંયા ચણા ના સત્તુ માં થી 2 પીણાં બનાવ્યા છે.#EB#Week11 Bina Samir Telivala -
સત્તુ નુ શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
સતુ નુ શરબત આપણે હેલ્થ માટે સારું છેમારા ઘરમાં દરરોજ સવારે સતુ નુ શરબત પીવીએ છેસતુ નો લોટ બધે જ મળે છેઆપણે ઘરમાં પણ બનાવી સકાય છેદાળીયા નો ઉપયોગ કરવામાં આવે છેદાળીયા મિક્સીમાં પીસી લો અને કાચની બોટલમાં ભરી લેવુંતમે સ્ટોર પણ કરી શકો છો#EB#week11 chef Nidhi Bole -
સત્તુ એનર્જી ડ્રિંક (Sattu Energy Drink Recipe In Gujarati)
#satt#Immunity#CookpadIndia#COOKPADGUJRATI આજના રોગચાળાના સમયમાં ની રોગ પ્રતિકારક શક્તિ વધે તેવો આહાર લેવો ખૂબ જ જરૂરી છે. આ સમયે ગરમી પણ ખૂબ છે, આથી ઇમ્યુનિટી વધે તેવા આહારમાં શરીરને ગરમ ના પડે તેનું પણ ધ્યાન રાખીને તૈયાર કરવો જોઈએ. આ ઉપરાંત રોજિંદા ઉપયોગમાં લેવાથી શરીરને પણ પૂરતુ પોષણ મળે શરીરના ઝેરી તત્વોને દૂર થાય વગેરે બાબતોનો પણ ધ્યાન રાખીને સત્તું નું drink તૈયાર કરેલ છે જેમાં કોથમીર ફુદીનો તુલસી લીંબુ મીઠું જીરા પાઉડર મારી વગેરે ઉમેરી એકદમ સ્વાદિષ્ટ રીંગ તૈયાર કરેલ છે. શક્તિ એટલે કે શેકેલા ચણા કે ચણાની દાળમાંથી તૈયાર થતો એક પ્રકારનો પાઉડર આ રીતે જહુ માં થી પણ બની શકે છે અને મિક્સ હતું પણ બજારમાં મળતું હોય છે પરંતુ બિહાર તરફ સત્તુ એટલે શેકેલા ચણા અથવા દાળિયા માં થી તૈયાર કરેલો લોટ/ પાઉડર....જેમાં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે જે શરીરમાં નવા કોષો સર્જન કરવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. આ ઉપરાંત તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. સત્તુ એ મેદસ્વી શરીરવાળા તથા ડાયાબીટીસ નાં રોગ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત ફૂદીનો ને તુલસી તથા મરી ઉમેર્યા છે જે એન્ટિબાયોટિક તરીકે શરીર માં કામ કરે છે, આ ઉપરાંત કોથમીર અને ફુદીનો બોડીને ડીટોક્ષ કરવાનું કામ કરે છે શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર પાડવાનું કામ કરે છે જેથી શરીર અંદરથી સ્વસ્થ બને છે અને જે નવો આહાર લઈએ તેનાથી પોષક તત્વ સારી રીતે મેળવી શકાય છે. આ ઉપરાંત શરીર માટે કુદરતી ઠંડક આપે છે. લીંબુ માં વિટામિન સી ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે અને તે શરીરને સ્ફૂર્તિ આપે છે તથા રોગ સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. આ સમયે યોગ્ય આહાર નો ઉપયોગ કરીને આપણે આપણું અને આપણા પરિવારજનો ની રોગપ્રિકારકશક્તિ વધારીએ. Shweta Shah -
ગોળ લીંબુ શરબત (Jaggery Lemon Sharbat Recipe In Gujarati)
ઉનાળા ની કાળઝાળ ગરમી માં આ શરબત ખૂબ ઠંડક આપે છે લૂ લાગતી નથી Bhavna C. Desai -
-
કાચી કેરી અને ફૂદીના નું શરબત(Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
કાચી કેરી નું શરબત ઠંડક અને તાજગી આપે છે. ગરમી માં લૂ થી પણ બચાવે છે. આ શરબત માં મરી અને સંચર પણ એડ કરીએ છે એટલે એકદમ હેલ્ધી ડ્રિન્ક કહેવાય છે. કેરી બાફી ને એનો પલ્પ સ્ટોર પણ કરી શકાઈ છે જે આખું વર્ષ તેનો ઉપયોગ કરી શકાય છે. Reshma Tailor -
મિસ્સી રોટી (Missi Roti recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ30લોટ એ કોઈ પણ વ્યંજન બનાવવા માટે નું મુખ્ય ઘટક છે. રોજિંદા ભોજન માં ,આપણે ગુજરાતીઓ ઘઉં ના લોટ નો મહત્તમ ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ હવે સ્વાસ્થ્ય પ્રત્યે ની જાગરૂકતા એ રસોડામાં વિવિધ લોટ નું સ્થાન બનાવ્યું છે.મિસ્સી રોટી એ પંજાબ અને રાજસ્થાન ની સ્વાદસભર રોટી છે જેમાં ચણા ના લોટ નો ઉપયોગ થાય છે. ઉત્તર ભારત ના ધાબા માં અવશ્ય મળતી આ રોટી હવે દરેક રેસ્ટોરન્ટ માં મળતી થઈ છે. પરંપરાગત ચૂલા માં જો બનાવાય તો તેનો સ્વાદ અનેરો આવે છે. Deepa Rupani -
ફુદીના લીંબુ શરબત
#RC#greenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav
More Recipes
ટિપ્પણીઓ (12)