માલપુઆ (Malpua Recipe In Gujarati)

Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645

#EB
Week 12
માલપુઆ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
5 થી 6 નંગ
  1. 1 કપમેંદો
  2. 1/4 કપદળેલી ખાંડ
  3. 1/2 કપદૂધ
  4. 2 ટીસ્પૂનરવો
  5. 1/2 ચમચીવરિયાળી
  6. 3,4આખા મારિયા
  7. ચપટીઈલાયચી પાઉડર
  8. પાણી જરૂર મુજબ
  9. ચાસણી માટે -
  10. 1 કપખાંડ
  11. પાણી જરૂર મુજબ
  12. તેલ/ઘી તળવા માટે
  13. બદામ - પિસ્તાની કતરણ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં મેંદો,રવો,ખાંડ અને દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરો.હવે તેમાં જરૂર મુજબ ફરીથી દૂધ કે પાણી ઉમેરીને ખીરું બનાવો.તેમાં વરિયાળી અને આખા મારિયા ઉમેરીને હલાવો.હવે ખીરાને 30 મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    ત્યારબાદ એક તપેલીમાં ખાંડ ઉમેરીને ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરીને ગેસ પર ચાસણી બનાવવા મૂકો.સતત હલાવતા રહીને એક તરની ચાસણી કરો હવે તેમાં ઈલાયચી પાઉડર નાખીને મિક્સ કરો. હવે એક કડાઈમાં કે નોનસ્ટિક પેનમાં ઘી કે તેલ મૂકી ગરમ થવા મૂકો.ત્યારબાદ તેમાં ખીરામાંથી ચમચા વડે માલપુઆ પાથરો.એકબાજુ બ્રાઉન કલરના થાય એટલે પલટાવીને બીજી બાજુ થવા દો.

  3. 3

    હવે આ માલપુઆ ચાસણીમાં ડુબાડીને 2 મિનિટ જેટલું રાખીને કાઢી લો.હવે તેના ઉપર બદામ - પિસ્તાની કતરણ ભભરાવી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645
પર

ટિપ્પણીઓ

Similar Recipes