મુંબઈ સ્ટાઇલ તવા પુલાવ (Mumbai Style Tava Pulao Recipe In Gujarati)

Mitixa Modi
Mitixa Modi @MitixaModi01

#EB
#Week13
#cookpadindia
#cookpadgujarati
#pulao

મુંબઈ જાઓ અને ત્યાંનો તવા પુલાવ ન ખાઓ તો ત્યાંનો ધક્કો ભારે પડ્યો કહેવાય. તવા પુલાવ દરેક જગ્યાએ મળે છે, પરંતુ મુંબઈ સ્ટાઈલથી બનતા તવા પુલાવની વાત જ એકદમ અલગ છે
મુંબઈ સ્ટાઈલથી મસાલેદાર તવા પુલાવ હવે ઘરે જ બનાવો, બધા વખાણી-વખાણીને ખાશે.

મુંબઈ સ્ટાઇલ તવા પુલાવ (Mumbai Style Tava Pulao Recipe In Gujarati)

#EB
#Week13
#cookpadindia
#cookpadgujarati
#pulao

મુંબઈ જાઓ અને ત્યાંનો તવા પુલાવ ન ખાઓ તો ત્યાંનો ધક્કો ભારે પડ્યો કહેવાય. તવા પુલાવ દરેક જગ્યાએ મળે છે, પરંતુ મુંબઈ સ્ટાઈલથી બનતા તવા પુલાવની વાત જ એકદમ અલગ છે
મુંબઈ સ્ટાઈલથી મસાલેદાર તવા પુલાવ હવે ઘરે જ બનાવો, બધા વખાણી-વખાણીને ખાશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો
  1. ભાત બનાવવા
  2. ૧ કપચોખા (સેલમ બાસમતી)
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧ ટી સ્પૂનલીંબુ નો રસ
  5. ૨ કપપાણી
  6. તવા સબ્જી માટે
  7. ઝીણો સમારેલો કાંદો
  8. ઝીણા સમારેલા ટામેટા
  9. સમારેલું કેપ્સીકમ
  10. બાઉલ માં ઝીણું સમારેલું ગાજર,કોબી,ફ્લાવર અને બટાકા
  11. ૧/૨બાફેલા લીલા /સૂકા વટાણા
  12. ૧ ટેબલ સ્પૂનઆદુ લસણની પેસ્ટ
  13. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું
  14. ૧ ટી સ્પૂનહળદર
  15. ૧ ટી સ્પૂનજીરું પાઉડર
  16. ચપટીકસૂરી મેથી
  17. ૧ ટેબલ સ્પૂનબટર /ઘી
  18. ૨ ટેબલ સ્પૂનતેલ
  19. ૨ ટેબલ સ્પૂનએવરેસ્ટ પાવભાજી મસાલો
  20. જરૂર પ્રમાણે લીંબુ નો રસ
  21. સ્વાદ પ્રમાણેમીઠું
  22. ગાર્નિશ કરવા
  23. સમારેલા લીલા ધાણા
  24. લીંબુ,ટામેટા અને કાંદા ની કાતરી
  25. થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક કડાઈ માં ભાત બનાવવા માટેની સામગ્રી ભેગી કરીને ભાત બનાવી લેવો.

  2. 2

    હવે લોખંડ નો તવો / કડાઈ માં તેલ અને બટર લઈ ને તેમાં કાંદા અને ગાજર,કોબીજ, કેપ્સિકમ,ફ્લાવર અને બટાકા નાખી ને બરાબર હલાવી ને ૫ મિનિટ થવા દેવું.

  3. 3

    હવે તેમાં આદુ લસણ પેસ્ટ,બાફેલા વટાણા અને ટામેટા એડ કરવા.બરાબર હલાવી તેમાં બધા મસાલા અને મીઠું એડ કરી ભાત એડ કરવો.હવે બરાબર હલાવી લેવું.

  4. 4

    સર્વ કરતાં ટાઈમ તેમાં લીંબુ નો રસ અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરો.લીલા ધાણા અને કાંદા, ટામેટા અને લીંબુ ની સ્લાઈસ થી ગાર્નિશ કરવા.

  5. 5
  6. 6
  7. 7

    આ તવા પુલાવ ને પાપડ અને રાઇતું સાથે ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitixa Modi
Mitixa Modi @MitixaModi01
પર

ટિપ્પણીઓ (17)

Similar Recipes