સુરણ નું શાક.(Suran nu Shaak in Gujarati.)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#EB
Week15
Post 1
સુરણ એક કંદમૂળ છે.તેમા વિટામિન્સ મિનરલ સારા પ્રમાણમાં હોય છે.આર્યુવેદ ની દષ્ટિએ બધા કંદમૂળ માં સુરણ ઉત્તમ કંદમૂળ છે.શરીર માટે ખૂબ જ ગુણકારી છે.ઉપવાસ અને વ્રત માં દહીં અને રાજગરા ની પુરી સાથે ઉપયોગ થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ સુરણ
  2. ૩ ચમચી તેલ
  3. ૨ ચમચી અધકચરા સિંગદાણા
  4. ૨ ચમચી આદુ છીણેલું
  5. ૧ ચમચી જીરૂ
  6. ૧ ચમચી લીલા મરચાં
  7. ૧ ચમચી કાશ્મીરી મરચું
  8. ૧ ચમચી લીંબુનો રસ
  9. ૧ ચમચી ખાંડ
  10. ૧ ચમચી મીઠું / સિંધવ મીઠું
  11. ૧/૨ ચમચી હળદર
  12. ૮ -૧૦ મીઠા લીમડા ના પાન
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સુરણ ને સાફ કરી છોલી ને સમારી લેવું.બે ત્રણ પાણી થી ધોઈ ને સાફ કરી લેવું.

  2. 2

    કૂકર માં તેલ નાખો.જીરૂ,લીલા મરચાં,મીઠા લીમડા ના પાન નાખી સાતરવા.સિંગદાણા અને હળદર ઉમેરો.સુરણ અને મીઠું નાખી બરાબર મિક્સ કરવા.

  3. 3

    લીંબુનો રસ અને ખાંડ નાખો.સુરણ ડૂબે તેટલું પાણી નાખો.કૂકર બંધ કરી મધ્યમ તાપે ચાર સીટી કરી લેવી.સુરણ નું શાક તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes