રજવાડી ઢોકળી નું શાક (Rajwadi Dhokli Shak Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઢોકળી માટે સામગ્રી:-
  2. 1 કપચણાનો લોટ
  3. 1 ચમચીલાલ મરચું પાઉડર
  4. ૧/૨ ટી સ્પૂનહળદર
  5. 1 ટીસ્પૂન ધાણાજીરૂ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ગ્રેવી માટે સામગ્રી:-
  8. 1 વાટકીખાટી છાશ
  9. 2-3 ચમચીચણાનો લોટ
  10. 1 ચમચીલસણ
  11. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  12. 1 ચમચીલાલ મરચું પાઉડર
  13. ૧/૨ ટીસ્પુન હળદર
  14. 1 ચમચીધાણાજીરું
  15. ૧/૨ ટીસ્પુન રાઈ
  16. ૧/૨ ટી સ્પૂનજીરું
  17. ચપટીહિંગ
  18. મીઠું સ્વાદ મુજબ
  19. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઢોકળી બનાવવા માટેની સામગ્રી મિક્સ કરી લો

  2. 2

    એક લોયામાં પાણી મૂકી તેને ઉકાળી તેમાં ચણાનો લોટ નાખી અને ખીચું બનાવી થાળીમાં થાળી દો અને ઢોકળી તૈયાર કરો (ઢોકળા ની જેમ બાફીને પણ ઢોકળી બનાવી શકાય)

  3. 3

    ગ્રેવી બનાવવા માટે છાશ લઈ તેમાં બે ચમચી ચણાનો લોટ નાખી આપણા ટેસ્ટ પ્રમાણેના રૂટિન મસાલા એડ કરી બધું જેરણી વડે જારી લો

  4. 4

    એક કઢાઈમાં તેલ લઈ તેમાં રાયજીરું હિંગ નો વઘાર કરી તેમાં આદુ-મરચાની પેસ્ટ અને લસણની પેસ્ટ સાતળો

  5. 5

    પછી તેમાં તૈયાર કરેલ છાશનું બેટર ઉમેરી તેને ઉકળવા દો

  6. 6

    છાશ ઊકળે એટલે તેમાં બનાવેલ ઢોકળી ઉમેરી તેને બરાબર કૂક થવા દો. જરૂર પડે તો જરૂર મુજબ પાણી લઈ શકાય

  7. 7

    થોડું થીક થાય એટલે સર્વિંગ બાઉલમાં લઈ કોથમીર થી ગાર્નીશ કરી તેને ગરમાગરમ પરાઠા- રોટી સાથે સર્વ કરો.
    નોંધ:-જૈન બનાવવું હોય તો લસણ અને આદુ નો ઉપયોગ ન કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes