ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો માટે
  1. ઢોકળી બનાવવા માટે
  2. ૧/૨ કપચણા નો લોટ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧/૨ ટી સ્પૂનહળદર
  5. ૧ ટી સ્પૂનલાલ મરચું
  6. ૧/૨ ટી સ્પૂનધાણાજીરુ
  7. ૧ ટેબલ સ્પૂનદહીં
  8. જરૂર મુજબ પાણી
  9. ગ્રેવી બનાવવા માટે
  10. ૩ ટેબલ સ્પૂનતેલ
  11. ૧/૨ ટી સ્પૂનરાઈ
  12. ચપટીહિંગ
  13. ૧/૪ કપદહીં /છાસ
  14. મીઠું સ્વાદ પ્રમાણે
  15. ૧ ટી સ્પૂનહળદર
  16. ૨ ટી સ્પૂનલાલ મરચું
  17. ૧ ટી સ્પૂનધાણાજીરુ
  18. કળી લસણ ઝીણું સમારેલું
  19. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઢોકળી બનાવવા માટે એક બાઉલ લોટ લો.તેમાં ઉપર મુજબ ના બધા મસાલા કરો.ત્યાર બાદ તેમાં દહીં અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરો અને એક ઢોકળા જેવું ખીરું તૈયાર કરો.હવે એક કડાઈમાં પાણી ગરમ કરો.તેમાં એક સ્ટેન્ડ મૂકી અને એક પ્લેટ મૂકો.તેમાં તેલ લગાવી અને બનાવેલું ખીરું રેડો.તેને ૫ થી ૭ મિનિટ થવા દો. ઢોકળી તૈયાર થાય એટલે તેને નીચે ઉતારી લો.હવે તેમાં કાપા પાડી લો.

  2. 2

    હવે એક કડાઈ ગેસ ઉપર ગરમ કરો.તેમાં તેલ નાખો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખો.ત્યાર બાદ તેમાં દહીં અને પાણી નાખો.હવે તેમાં બધા મસાલા કરો.થોડી વાર ઉકળવા દો.તેમાં સમારેલું લસણ નાખો.હવે તેમાં કાપા પાડેલી ઢોકળી ઉમેરી દો.તેમાંથી બે - ત્રણ ઢોકળી નો ભૂકો કરી લો અને તેને ઉકળતી ઢોકળી વાળા મિશ્રણ મા નાખો.એટલે રસો થોડો જાડો થશે અને ટેસ્ટ પણ સારો આવશે.

  3. 3

    હવે તેને પાંચ મિનિટ માટે ઉકળવા દો.તેલ ઉપર આવે એટલે તેને નીચે ઉતારી લો.હવે તેને એક બાઉલ માં કાઢી ને સર્વ કરો.

  4. 4

    તો તૈયાર છે ટેસ્ટી ઢોકળી નું શાક.આ શાક સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

ટિપ્પણીઓ (2)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Yum... Yum
All your recipes are superb and yummy. You can check my profile and follow me if you wish 😊😊

Similar Recipes