શક્કરપારા (Shakkarpara recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#EB
#week16
#childhood
#ff3
#week3
#cookpadgujarati
શક્કરપારા એ સૂકા નાસ્તામાં બનાવી શકાય તેવી એક વાનગી છે. ખાસ કરીને શક્કરપારા તહેવારોમાં બનાવવામાં આવે છે. આ વાનગી નાના-મોટા સૌને પસંદ પડે તેવી છે. ગળ્યા શક્કરપારા, ખારા શક્કરપારા, મેથીયા શક્કરપારા એમ ઘણી બધી અલગ અલગ જાતના શક્કરપારા બનાવી શકાય છે.
હું નાની હતી ત્યારે ગળ્યા શક્કરપારા મને ખૂબ જ પસંદ હતા. ઘણી વખત લંચબોક્સમાં પણ હું સ્કૂલે ગળ્યા શક્કરપારા લઈ જાતી. તો આજે મેં મારા બાળપણને યાદ કરીને અને તહેવારો માટે ખાસ સૂકા નાસ્તામાં ગળ્યા શક્કરપારા બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કપમેંદો
  2. 1 કપદળેલી ખાંડ
  3. 4 Tbspધી
  4. 1/2 Tbspમીઠું
  5. 1/4 કપરવો
  6. 1/2 કપહુંફાળું ગરમ પાણી
  7. તળવા માટે ધી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મોટા વાસણમાં મેંદો લઈ તેમાં દળેલી ખાંડ ઉમેરી બન્નેને બરાબર રીતે મિક્સ કરી બીજા વાસણમાં આ મિશ્રણને ચાળી લેવાનું છે.

  2. 2

    હવે તેમાં ધી અને મીઠું ઉમેરવાના છે અને બરાબર રીતે મિક્સ કરી લેવાના છે. હવે આ મિશ્રણમાં રવો ઉમેરવાનો છે.

  3. 3

    બધુ બરાબર રીતે મિક્સ કરી હુંફાળા ગરમ પાણી વડે પરોઠા જેવો કઠણ લોટ બાંધવાનો છે. લોટને બાંધી ને પંદર થી વીસ મિનિટ માટે ઢાંકીને રાખી દેવાનો છે.

  4. 4

    આ લોટ ના લુવા કરી પરોઠા જેવું થોડું જાડું વણી લેવાનું છે વણતી વખતે સાઈડની કિનારીઓ ફાટે નહી તેનું ખાસ ધ્યાન રાખવાનું છે.

  5. 5

    હવે તેને ડાયમંડ સેઈપમાં ક્ટ કરી લેવાના છે. અને તળવા માટે ઘી કે તેલ ગરમ મુકવાનું છે.

  6. 6

    હવે આ ડાયમંડ શેઈપમાં કટ કરેલા શક્કરપારાને પહેલા હાઇ ફ્લેમ પર અને પછી સ્લો ફ્લેમ પર ફ્રાય કરવાના છે એક વખત તળાઈને સકકરપારા ઉપર આવે એટલે તેને ફેરવી ને બીજી સાઇડ પણ બરાબર રીતે તળી લેવાના છે.

  7. 7

    જેથી આપણા શક્કરપારા સર્વ કરવા માટે તૈયાર થઇ જશે.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes