તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

મેથીપારા નોવેલ વેરાઇટી છે શક્કરપારા ની જે દિવાળી માં ખાસ બનાવવા માં આવે છે. ટેસ્ટી અને કરારા આ મેથીપારા ચ્હા સાથે સર્વ કરવા માટે બેસ્ટ ઓપ્શન છે.
#FFC8

તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

મેથીપારા નોવેલ વેરાઇટી છે શક્કરપારા ની જે દિવાળી માં ખાસ બનાવવા માં આવે છે. ટેસ્ટી અને કરારા આ મેથીપારા ચ્હા સાથે સર્વ કરવા માટે બેસ્ટ ઓપ્શન છે.
#FFC8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25 મીનીટ
3-4 સર્વ
  1. 1/2 કપ ઘઉંનો લોટ
  2. 1/2 કપમેંદો
  3. 2 ટી સ્પૂનસુજી
  4. 1/2 કપસમારેલી મેથી
  5. 1/4 ટી સ્પૂનતેલ
  6. 11/2 ટે સ્પૂનગરમ ઘી
  7. 3/4 ટી સ્પૂનમરી પાઉડર
  8. 1/2 ટી સ્પૂનઅજમો
  9. 1 ટી સ્પૂનતલ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

20-25 મીનીટ
  1. 1

    મેથી ની ભાજી ને ચોખ્ખા પાણી માં ધોઈ અને સમારી ને 1/4 ટી સ્પૂન તેલ માં ચોળીને સાઈડ પર રાખવી.

  2. 2

    એક બાઉલ માં ઘઉંનો લોટ, મેંદો,સુજી લઈ, ગરમ ઘી નાંખી ને મિક્સ કરવું. અંદર મેથીની ભાજી, મરી પાઉડર, અજમો, તલ અને મીઠું નાંખી, પાણી થી મીડીયમ લોટ બાંધવો.

  3. 3

    લોટ ને ઢાંકી ને 15 મીનીટ સાઈડ પર રાખવો.પછી લોટ ને કુણવી ને એકસરખા લુઆ કરવા. આટલા લોટ માં થી 4 મોટા લુઆ થશે

  4. 4

    એક લુઓ લઇ જાડી અને મોટો રોટલો વણવો. પછી એમાં કાપા પાડીને શક્કરપારા નો ડાયમંડ શેઈપ આપવો. એક પ્લેટ માં કાઢી લેવા.

  5. 5

    પછી શક્કરપારા ને ગરમ તેલ માં કડક ગુલાબી તળવા. ઠંડા પડે પછી એરટાઈટ ડબ્બામાં માં ભરવા.ગરમાગરમ ચા સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes