તીખા શક્કરપારા (Tikha shakrpara recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#FFC8
#week8
#cookpadgujarati
#cookpadindia
#cookpad
તીખા શક્કરપારા સૂકા નાસ્તા તરીકે બનાવવામાં આવતી એક વાનગી છે. મેં આજે આ શક્કરપારા મેંદા ના ઉપયોગ વગર માત્ર ઘઉંના લોટ માંથી જ બનાવ્યા છે. આ શક્કરપારા ખૂબ જ ક્રિસ્પી, નમકીન અને ટેસ્ટી બને છે. આ શક્કરપારા બનાવવા ખુબ જ સહેલા છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રીમાંથી બની જાય છે. નાસ્તા સમયે કે બાળકોના લંચ બોક્સમાં પણ આ શક્કરપારા વાપરી શકાય છે. તહેવારના સમયે પણ અગાઉથી નાસ્તામાં આ શક્કરપારા બનાવી લાંબા સમય સુધી સારી રીતે સાચવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1.5 કપઘઉંનો લોટ
  2. 2 Tbspરવો
  3. 1 Tbspશેકેલું જીરું
  4. 1 Tspવાટેલો અજમો
  5. 1 Tbspસફેદ તલ
  6. 1 Tbspકસૂરી મેથી
  7. 1/2 Tspહળદર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 3 Tbspગરમ તેલ (મોણ માટે)
  10. લોટ બાંધવા માટે જરૂરિયાત મુજબ પાણી
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ લઇ તેમાં રવો અને શેકેલું જીરું ઉમેરવાનું છે.

  2. 2

    તેમાં વાટેલો અજમો, સફેદ તલ અને કસુરી મેથી ઉમેરવાના છે.

  3. 3

    તેમાં હળદર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધું જ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  4. 4

    ત્યારબાદ આ લોટમાં વચ્ચે ખાડો કરી ગરમ તેલ ઉમેરવાનું છે અને તેને પણ લોટ સાથે બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  5. 5

    હાથની મુઠ્ઠી વાળો તો લોટ થોડો બંધાય તેટલું તેલનું મોણ હોવું જરૂરી છે. ત્યારબાદ તેમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરી કઠણ લોટ બાંધી આ લોટને ઢાંકીને ૧૫ થી ૨૦ મિનીટ માટે સાઈડ પર રાખી દેવાનો છે.

  6. 6

    આ લોટના ગોરણા કરી મીડીયમ જાડુ રોટલી જેવું વણવાનું છે. કટર વડે તેને ડાયમંડ શેઇપમાં કટ કરી લેવાનું છે.

  7. 7

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં આ કટ કરેલા શક્કરપારા તળી લેવાના છે. પહેલા હાઇ ફ્લેમ પર અને પછી મીડીયમ ફ્લેમ પર તળવાના છે. આ રીતે બધા શક્કરપારા તળીને તૈયાર કરી લેવાના છે.

  8. 8

    મેં આ તીખા શક્કરપારા ને ચા સાથે નાસ્તામાં સર્વ કર્યા છે.

  9. 9
  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes