ચીઝ ચીલી ગાર્લિક પરાઠા (Cheese Chili Garlic Paratha Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વિના નાસ્તામાં આપી શકાય અને સૌને પંસદ આવે એવી સરળતાથી બની જાય એવી આ વાનગી છે ચીઝ ચીલી ગાર્લિક પરાઠા.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

25 થી 30 મિનિટ
2 વ્યક્તિ
  1. 1+1 કપ મેંદો + ઘઉં નો લોટ ( ફક્ત મેંદો અથવા ઘઉં નો લોટ પણ લ‌ઈ શકો
  2. 1/4 ચમચીમીઠું
  3. 3 ચમચીતેલ
  4. 2 ચમચીબટર
  5. ➡️ સ્ટફિંગ માટે
  6. 3-4 ચમચીબટર
  7. 2 ચમચીલસણની પેસ્ટ
  8. 1 ચમચીચીલી ફ્લેક્સ
  9. 1 ચમચીકાપેલા લીલાં મરચાં
  10. 2 ચમચીસમારેલી કોથમીર
  11. સ્લાઈસ ચીઝ

રાંધવાની સૂચનાઓ

25 થી 30 મિનિટ
  1. 1

    🔶 એક બાઉલમાં પરાઠા માટેની સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લોટ બાંધી 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.
    🔶 એક બાઉલમાં સ્ટફિંગ માટે સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    🔶 હવે પરાઠાના લોટ માંથી લુઓ લ‌ઈ જાડી રોટલી વણી લો. વચ્ચે 1 થી 1+1/2 ચમચી સ્ટફિંગ સ્પ્રેડ કરી ઉપર સ્લાઈસ ચીઝ મૂકી બધી બાજુથી બરાબર બંધ કરી દો.
    🔶 આ રીતે બધા પરાઠા તૈયાર કરી 5 થી 7 મિનિટ સુધી ફ્રીઝમાં મૂકી રાખો.
    🔶 હવે તવી ગરમ થાય એટલે મધ્યમ તાપે તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી શેકી લો.

  3. 3

    તૈયાર પરાઠા વચ્ચેથી કપ કરી કેચઅપ સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes