ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312

#GA4
#Week17
#Cheese

ચીઝ ગાર્લિક બ્રેડ મારા બાળકને ખૂબ જ પ્રિય છે. મે પઝલ માંથી ચીઝનો ઉપયોગ કરીને બનાવી છે.

ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)

#GA4
#Week17
#Cheese

ચીઝ ગાર્લિક બ્રેડ મારા બાળકને ખૂબ જ પ્રિય છે. મે પઝલ માંથી ચીઝનો ઉપયોગ કરીને બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. બ્રેડની સ્લાઈસ
  2. ૧૫/૨૦ લસણની કળી ઝીણું વાટેલું
  3. ૪ ચમચીચીલી ફ્લેક્સ
  4. ચીઝ ક્યુબ
  5. બટર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા આપણે લસણને ઝીણું સમારી લઈશું. ત્યાર બાદ એક પેનમાં બટર મૂકી લસણને તેમાં સાંતળી લઈશું. લસણ વાળુ બટર એક બાઉલમાં કાઢી લઈશું. (એ ધ્યાન રાખવું કે બટર અને લસણ બળી ના જાય)

  2. 2

    હવે તે જ પેનમાં બ્રેડને એક બાજુથી શેકી લેવી. પછી તેના બીજા ભાગ પર લસણ વાળુ બટર લગાવવું. પછી તેના પર ચીઝ ખમણવું.

  3. 3

    હવે તૈયાર કરેલી બ્રેડ ને પેન માં મૂકી તેની ઉપર ઢાંકણ ઢાંકીને બે મિનીટ સુધી ધીમી ફ્લેમ્ પર થવા દેવું ચીઝ ઓગળી જાય ત્યાં સુધી થવા દેવું.

  4. 4

    પછી ચીઝ ઓગળી જાય એટલે પેન માંથી બહાર કાઢી ચીલી ફ્લેક્સ sprinkle કરવું અને કટરથી કટ કરી સર્વ કરવું. તો તૈયાર છે ચીઝ ગાર્લિક બ્રેડ ટામેટા સોસ સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Prajesh Suthar
પર

Similar Recipes