પાન કોકોનટ લડ્ડૂ(Paan coconut ladoo recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
શેર કરો

ઘટકો

15 minutes
8 to 9 pieces
  1. ૧૫૦ ગ્રામ ડેસીકેટેડ કોકોનટ
  2. ૫ નાગરવેલના પાન
  3. ૧/૨ કપ milkmaid
  4. ૨ ચમચી ઘી
  5. pinchgreen ફૂડ કલર
  6. સ્ટફિંગ માટે:
  7. ૪-૫ બદામના ટુકડા
  8. ૪-૫ કાજુના ટુકડા
  9. 2ચમચી ગુલકંદ

રાંધવાની સૂચનાઓ

15 minutes
  1. 1

    સૌપ્રથમ મિક્સર જારમાં નાગરવેલના પાનને ધોઈ ટુકડા કરી તેમાં મિલ્ક મેઇડ એડ કરી પેસ્ટ બનાવો.

  2. 2

    એક પેનમાં 2 ચમચી ઘી એડ કરી કોકોનટ ને બે મિનિટ માટે શેકી લો. હવે તેમાં બનાવેલી milkmaid અને નાગરવેલનાં પાનની પેસ્ટ એડ કરો. બે ચમચી દૂધમાં ફૂડ કલર મિક્સ કરી કોકોનટ ના પુરાણ માં એડ કરો. પુરણને એક ડીશમાં લઈ ઠંડુ થવા દો.

  3. 3

    સ્ટફિંગ માટે: કાજુ-બદામ ના ટુકડા ને એક ચમચી ઘી માં એક મિનિટ માટે શેકી લેવા. શેકેલા કાજુ બદામ ના ટુકડા અને ગુલકંદ ને મિક્સ કરી લો. ઠંડુ થઈ ગયેલું કોકોનટ ના પુરાણમાંથી નાની થેપી બનાવો તેની અંદર તૈયાર કરેલું ગુલકંદ નું સ્ટફિંગ ભરી ગોળ લાડુ બનાવી તૈયાર કરો. આ લાડુ કોકોનટ ના પાવડર માં રગદોળી કોટ કરી લો.

  4. 4

    તૈયાર છે કોકોનટ લાડુ તેને કોઈપણ તહેવાર અથવા ગણપતિ પૂજામાં પણ ગણપતિ બાપ્પાને ભોગ તરીકે ધરાવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes