ફ્લાવર વટાણા બટાકા નું શાક કુકર માં (Flower Vatana Bataka Shak In Cooker Recipe In Gujarati)

Asha Galiyal
Asha Galiyal @cook_28299630

#cookpadgujrati
#cookpadindia
કુકર માં શાક બનાવતા, ઓછો સમય લાગે છે. અને સરસ બને છે. મેં કુકર માં બનાવ્યું છે. આપ સર્વે પણ બનાવતા હશોજ. 😍

ફ્લાવર વટાણા બટાકા નું શાક કુકર માં (Flower Vatana Bataka Shak In Cooker Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#cookpadgujrati
#cookpadindia
કુકર માં શાક બનાવતા, ઓછો સમય લાગે છે. અને સરસ બને છે. મેં કુકર માં બનાવ્યું છે. આપ સર્વે પણ બનાવતા હશોજ. 😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1મીડીયમ બટાકું
  2. 1/4 કપલીલાં વટાણા
  3. 1/2 કપફ્લાવર ના ટુકડાં
  4. 2જીણી સમારેલી ડુંગળી
  5. 1સમારેલું ટામેટું
  6. 3લીલાં મરચાં
  7. 1 ઇંચઆદું નો ટુકડો
  8. 10-15લસણ ની કળીઓ
  9. આ ત્રણેય ને ક્રશ્ડ કરી લેવું
  10. 4 ટે સ્પૂનતેલ
  11. 1 ટી સ્પૂનહલ્દી
  12. 2 ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું
  13. 2 ચમચીધાણા - જીરું પાઉડર
  14. 1 ટી સ્પૂનગરમ મસાલા પાઉડર
  15. 1તેજપતું
  16. 1નાની ઈલાયચી
  17. 2લવિંગ
  18. 4કાળામરી
  19. 1/2 ટી સ્પૂનરાઈ
  20. 1/2 ટી સ્પૂનજીરું
  21. 1/2 ટી સ્પૂનવરિયાળી
  22. મીઠું સ્વાદપ્રમાણે
  23. જીણી સમારેલી કોથમીર ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાક ને સારી રીતે સાફ કરી, સાફ પાણી થી ધોઈ લેવાં. અને સમારીને પાણી માં ડુબોળી રાખવાં. જેથી કાળા ના પડે. આદું - મરચાં - લસણ ને ક્રશ્ડ કરી લેવાં.

  2. 2

    ગેસ પર કુકર ચઢાવવું. તેમાં તેલ નાખી ગરમ કરવું.ગરમ તેલ માં આખો ગરમ મસાલો અને રાઈ, જીરું, વરિયાળી નાખી, વઘાર કરવો. હવે તેમાં સમારેલી ડુંગળી એડ કરવી. તેને 2 મિનિટ સાંતળવું. ડુંગળી થોડી નરમ થાય, એટલે સમારેલાં ટામેટાં ઉમેરવાં. અને તેને પણ સાંતળવું.

  3. 3

    હવે સૂકા મસાલા પાઉડર ઉમેરવાં. ક્રશ્ડ કરેલો મસાલો ઉમેરવો. અને સારી રીતે 2-4 મિનિટ સાંતળવું. મસાલો સરસ રીતે સંતળાઈ જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી સરસ સાંતળવું.

  4. 4

    મસાલા માંથી તેલ છૂટું પડે એટલે સમારેલાં શાક ઉમેરવાં. તેને હલાવી, મસાલા માં મિક્સ કરવું. ઢાંકી ને 2 મિનિટ જેવું કુક થવા દેવું. સીટી લગાવવી નહીં. રીંગ જરૂર લગાવી રાખવી.

  5. 5

    2 મિનિટ પછી ઢાંકણું ખોલીને ફરી એક વાર હલાવી, ઉપર - નીચે કરવું. હવે 1/2 ગ્લાસ પાણી નાંખી, ઢાંકીને 2 સીટી વગાડી ગેસ બંધ કરી દેવો. કુકર ને એની રીતે ઠંડુ થવા દેવું.

  6. 6

    સેર્વિંગ બૉઉલ માં કાઢી, સમારેલી કોથમીર થી ગાર્નિશ કરવું. ગરમાગરમ રોટલી કે ફુલ્કા સાથે પીરસવું. ઉપરથી થોડો લીંબુ રસ પણ ઉમેરી શકાય. સરસ ટેસ્ટ લાગે છે. 👌😍 તો તૈયાર છે. કુકર માં બનાવેલું....

    "બટાકાં-વટાણા-ફ્લાવર-ગાજર નું શાક"
    *************************🥰

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asha Galiyal
Asha Galiyal @cook_28299630
પર
Cooking is my passion ❤️ I love Cooking 💕💕💕
વધુ વાંચો

Similar Recipes