ચૂરમાના લાડુ(Churma na ladoo recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#GC
#PR

ગણેશ ચતુર્થીનો તહેવાર આવે એટલે ચૂરમાના લાડુ તો બધાના ઘરમાં બનાવતા જ હોય છે.મે આ લાડુ મારા મમ્મી પાસેથી શીખેલા છે.

ચૂરમાના લાડુ(Churma na ladoo recipe in Gujarati)

#GC
#PR

ગણેશ ચતુર્થીનો તહેવાર આવે એટલે ચૂરમાના લાડુ તો બધાના ઘરમાં બનાવતા જ હોય છે.મે આ લાડુ મારા મમ્મી પાસેથી શીખેલા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ કરકરો ઘઉં નો લોટ
  2. ૧ કપ ચણાનો લોટ
  3. ૧/૨ કપ રવો
  4. 1/2કપ ઘી મોણ માટે (ઓગાળેલું)
  5. 150ગ્રામ સમારેલો ગોળ
  6. ૧/૨ કપ કાજુ બદામ ટુકડા અને કિસમિસ
  7. 2ચમચી ખસખસ
  8. ૨ વાટેલી એલચી
  9. લોટ બાંધવા જરૂર મુજબ ગરમ પાણી
  10. પિન્ડીયા તળવા માટે તેલ
  11. લાડવા વાળવા જરૂર મુજબ ઘી
  12. ગાર્નિશ માટે: પીસ્તા ની કતરણ અને ગુલાબની પાંદડી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ત્રણે લોટ મિક્સ કરી લો. હવે તેમાં મૂઠ્ઠી પડતું ઘી નો મોણ એડ કરી હૂંફાળા ગરમ પાણીથી ભાખરી જેવો કઠણ લોટ બાંધી લો. (દસ મિનિટ ઢાંકીને રહેવા દો.)

  2. 2

    હવે એક પેનમાં તેલ અથવા ઘી ગરમ કરવા મૂકી દો. બાંધેલા લોટ ના પિન્ડિયા (મુઠીયા) વાડી slow flame પર બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લો. પિન્ડિયા ને ઠરવા દો.

  3. 3

    ઠંડા થઇ ગયા પછી તેના ટુકડા કરી મિક્સરમાં દળી લો. હવે તેને મોટી ચારણી થી ચાળી લો.

  4. 4

    હવે એક પેનમાં એક ચમચી ઘી મૂકી કાજુ બદામ ના ટુકડા અને કિસમિસ ને થોડા તળી એક ડિશમાં કાઢી લો. હવે તેજ પેનમાં ઘી અને ગોળની પાય કરી ચાળેલા લોટ માં એડ કરો.(તેમજ કાજુ બદામ ના ટુકડા એલચીનો ભૂકો એડ કરો.)

  5. 5

    હવે તેને મનગમતા આકાર ના લાડુ વાળી તૈયાર કરો. ઉપરથી ખસખસ છાંટી પીસ્તા ની કતરણ અને ગુલાબની પાંદડી થી ગાર્નીશ કરો. તૈયાર છે ચૂરમા ના લાડુ.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes