સામા ની આઈસ્ક્રીમ ખીર (Sama Icecream Kheer Recipe In Gujarati)

megha vasani
megha vasani @cook_24467192
Junagadh

સામા એ specially સામા પાંચમ ને દિવસૅ બનતી વાનગી છે.સામા માંથી તમે ખીર હાંડવો ,ખિચડી, વડા બનાવી શકો છો. અમારી ઘરે સામા માંથી જે કંઈ પણ બને એ બધુ ઘી માંથી જ બને આ દિવસૅ અમે તેલ નો ઉપયોગ ઉપવાસ માં નથી કરતા .

સામા ની આઈસ્ક્રીમ ખીર (Sama Icecream Kheer Recipe In Gujarati)

સામા એ specially સામા પાંચમ ને દિવસૅ બનતી વાનગી છે.સામા માંથી તમે ખીર હાંડવો ,ખિચડી, વડા બનાવી શકો છો. અમારી ઘરે સામા માંથી જે કંઈ પણ બને એ બધુ ઘી માંથી જ બને આ દિવસૅ અમે તેલ નો ઉપયોગ ઉપવાસ માં નથી કરતા .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
1-2 લોકો
  1. 1 નાની વાટકીસામો
  2. 1 1/2 મોટા વાટકા દૂધ (મેં અહીં ગાય નું લીધું છે.)
  3. 4 ચમચીખાંડ
  4. 1/2 ચમચીઈલાયચી પાઉડર
  5. કાજુ બદામ
  6. 1 ચમચીઘી (ઓપ્શનલ)
  7. 1સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે દૂધ ઉકાળવા મુક્સુ.તપેલી માં 2-3 ચમચી પાણી એડ કરી પછી દૂધ એડ કરીશું. જેથી આપડૂ દૂધ નીચે બેસે નહી. ધીમી આંચ પર થવા દેશું.

  2. 2

    હવે આપણે સામા ને પાણી થી સરખી રીતે ધોઈ લેશું.અને તેમા 4-5 ચમચી પાણી માં દૂધ થાય છે ત્યાં સુધી પલાળવા દેશું.

  3. 3

    હવે આપડૂ દૂધ ઉકળી ગયું છે તો તેમા પાણી કાઢી ને સામો એડ કરીશું અને સાથે ખાંડ પણ એડ કરીશું.હવે તેમાં ઈલાયચી પાઉડર, ડ્રાય ફ્રુટ,1 ચમચી ઘી એડ કરીશું.

  4. 4

    7-8 મિનિટ માટે મીડીયમ ગેસ પર થવા દેવું.ત્યાર બાદ ગેસ બંધ કરીશું હવે આને ઠંડુ થવા દેશું.પછી તેમા વેનીલા આઈસ્ક્રીમ ઉમેરી ફ્રીઝ માં 30મિનિટ માટે મૂકીશું. 30મિનિટ પછી ઠંડી ઠંડી ખીર સર્વ કરીશુ.આ ખીર આઈસ્ક્રીમ વગર તમે ગરમ ગરમ પણ સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
megha vasani
megha vasani @cook_24467192
પર
Junagadh

Similar Recipes