વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)

#mr
વર્મીસેલી ખીર એ જલ્દી થી બની જતી અને બધાંને ભાવતી રેસિપી છે. અહીં મેં ખીર ને થોડી અલગ રીતે બનાવી છે.
વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
#mr
વર્મીસેલી ખીર એ જલ્દી થી બની જતી અને બધાંને ભાવતી રેસિપી છે. અહીં મેં ખીર ને થોડી અલગ રીતે બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલા માં ઘી લઇ ગરમ કરો. ઘી ગરમ થાય એટલે એમાં વર્મીસેલી ઉમેરી સાંતળી લો. આછા ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી સાંતળો ત્યારબાદ એમાં એક ગ્લાસ પાણી ઉમેરો.
- 2
પાણી ઉમેર્યા બાદ વર્મીસેલી ઘટ્ટ થઇ પાણી શોષી લે એટલે દૂધ ઉમેરી ઉકાળો. ખાંડ ઉમેરો. મિક્સર જારમાં ઈલાયચી, જાયફળ, ખાંડ લઇ બારીક કરો. ત્યારબાદ કાજુ, બદામ ઉમેરી બારીક કરી પાઉડર તૈયાર કરો. આમાં મિલ્ક પાઉડર અને બદામ મિલ્ક મસાલા ઉમેરી મિક્સ કરો.
- 3
હવે તૈયાર કરેલાં પાઉડર માં થોડું દૂધ ઉમેરી મિક્સ કરી ખીર માં ઉમેરી ઉકળવા દો. બદામ અને કાજુ નાં ટુકડાં તથા કિસમિસ ને ખીર માં ઉમેરી ઉકળવા દો.
- 4
તૈયાર છે વર્મીસેલી ખીર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટરૂટ વર્મીસેલી ખીર (Beetroot Vermicelli Kheer Recipe In Gujarati)
બીટરૂટ સ્વાસ્થ્ય માટે ખુબ સારું છે. શરીર માં હિમોગ્લોબીન વધારવા માટે ઉપયોગી છે. પણ એને સલાડ તરીકે કાચું ખાવું થોડું મુશ્કેલ છે તો મેં બીટરૂટ નો ઉપયોગ કરીને ખીર બનાવી છે જે ટેસ્ટ માં તો બેસ્ટ છે જ પણ સ્વાસ્થ્ય માટે પણ સારી છે. #GA4 #Week5 Jyoti Joshi -
વર્મિસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
મારી 500 રેસિપી કમ્પલીટ થઈ ગઈ છે . તેની ખુશીમાં મને સ્વીટ ડિશ બનાવવાનું મન થયું . મારા ફેમિલીમાં બધા ને વર્મીસેલી ખીર બહુ ફેવરીટ છે . આ ખીર ખૂબ ઝડપથી બની જાય છે. આ એક એવી ખીર છે જેમાં દૂધ , સેવૈયા , ખાંડ , જાયફળ , કેસર , ઈલાયચી , અને ડ્રાયફ્રુટ એડ કરીએ તો ખીર નો સ્વાદ અનેક ગણો વધારી દે છે . તેથી અહીં મેં સેવૈયા ખીર બનાવી ને તેની રેસિપી પોસ્ટ કરી છે . સાઉથ ઇન્ડિયામાં આ મીઠાઈ ને પાયસમ કહેવામાં આવે છે.#cookpadindia#cookpad_guj#cookpad#traditional#kheer#dessert Parul Patel -
વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
વર્મીસેલી ખીરને સિવૈયા ખીર પણ કહેવાય છે. રોસ્ટેડ વર્મિસિલી ને ઘીમાં શેકી, દૂધમાં ઉકાળીને બનાવાય છે. ખૂબ જ ટેસ્ટી સ્વીટ ડીશ છે.મને યાદ છે.. નાનપણમાં મમ્મી રોટલી બનાવી રહે પછી એ જ કથરોટમાં ઝીણો ઘંઉનો(મલમલના કપડાથી ચાળેલો) લોટ બાંધીને રેસ્ટ આપવા મૂકી દે અને જેવું રસોડું પતે તરત જ સિવૈયા પાડવા લાગે.. ખાસ વરસાદની સીઝનમાં પંખા નીચે જ સૂકવીને બને. ડબા ભરી મૂકી દેવાય.. જ્યારે મહેમાન આવે કે તહેવાર હોય ત્યારે સ્વીટ ડીશમાં બને.હવે આ બધી વસ્તુઓ તૈયાર અને મશીનમાં બનાવેલી હોય પહેલા જેવો ટેસ્ટ તો ન જ આવે પણ ધીમા તાપે ધીરજથી અને પરફેક્ટ માપથી બનાવાતી વાનગીઓ એટલી જ પ્રિય છે. Dr. Pushpa Dixit -
સેવૈયા / વર્મીસેલી ખીર (Sevaiya / Vermicelli Kheer Recipe In Gujarati)
#MDC#Mother's Day Recipe Challengeમારા મમ્મીને નાનપણથી બનાવતા જોતી પછી હું પણ બનાવતા શીખેલી. સિવૈયા ઘરે બનાવવા તેઓ રોટલીનાં લોટને મસ્લીન કાપડમાં ચાળી, લોટ બાંધી ૨-૩ કલાક રેસ્ટ આપી બપોરે બનાવતાં. લોટમાં એટલો ખેંચાવ આવતો કે તે એકદમ પાતળી, સફેદ અને સરસ બનતી. ઘરમાં જ પંખા નીચે થાળીમાં સૂકવે. અને સાંજે ડબામાં ભરી લેવાની. આ કાર્યક્રમ ૧ અઠવાડિયું ચાલે ત્યારે ૧ કિ. નો ડબો ભરાય.લગ્ન પછી દીકરી ઘરે રોકાવા આવે અને પછી વિદાય કરે ત્યારે ઘરનાં બનાવેલા વડી, પાપડ અને સિવૈયા બીજી મિઠાઈ અને ગીફ્ટ સાથે આપતી. આ રિવાજ જ માનો દીકરી માટેનો પ્રેમ બતાવે છે.હવે ના ઝડપી સમયમાં આ બધું શક્ય નથી. હું હજુ પણ આ મારી અને મારા મમ્મી ની ફેવરિટ રેસીપી બનાવું છું પરંતુ રેડીમેડ વર્મીસેલી માંથી જે મશીનમાં બનેલી હોય.હવે મારા બાળકો ને પણ બહુ ભાવતી હોવાથી હું તેમને બનાવી જમાડું અને મમ્મીને યાદ કરીએ..આજે અખાત્રીજના પાવન અવસરે મમ્મી ને યાદ કરી સિવૈયા / વર્મીસેલી ખીર બનાવી છે. Dr. Pushpa Dixit -
ભાત ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#mr#cookpadgujrati કોઈ મહેમાન આવી જાય, અને ઝટપટ સ્વીટ બનાવવી હોય તો, વધેલા ભાત ની ખીર ખુબ જલ્દી બની જાય. એક્વાર જરૂર થી ટ્રાય કરજો. યકીન માનજો, ખુબ જલ્દી અને ખુબ યમ્મી બની છે. મેં અહીંયા બાસમતી રાઈસ બનાવ્યાં તા. 😍 Asha Galiyal -
સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujaratiસેવઈ ખીર એક ભારતીય મીઠી મીઠાઈ ઘણીવાર ધાર્મિક અને શુભ પ્રસંગોએ બનાવવામાં આવે છે. ખીર પોતે જ એક ખૂબ જ લોકપ્રિય રેસીપી છે. Sneha Patel -
ઈન્સ્ટન્ટ ખીર (Instant Kheer Recipe In Gujarati)
#Cookpadindia આ આપણી એક ટ્રેડિશનલ વાનગી છે.એ દૂધ માં ચોખા નાંખી ને બનાવાતી હોય છે .ઘણી વખત આપણી પાસે બનાવેલો ભાત વધે છે તો આપણે તેમાં થી અલગ અલગ વાનગીઓ બનાવીએ છીએ મેં આજે એમાં થી ખીર બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગી અને ઝડપ થી બની ગઈ તો એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
ઓટ્સ ખીર (Oats Kheer Recipe In Gujarati)
#GA4#Week7#ઑટસઅહીં મેં એક હેલ્ધી રેસિપી બનાવી છે. ઓટ્સ ખીર બાળકો માટે બહુ પૌષ્ટિક ખીર છે. નાના મોટા બધાને ભાવશે. Kunjal Raythatha -
ટ્રેડિશનલ વર્મીસેલી ખીર (Traditional Vermicelli Kheer Recipe In Gujarati)
#RC1#yellowcolorrecipe#cookpad_gu#cookpadindiaટ્રેડિશનલ વર્મીસેલી(સેવૈયા) ખીર (ગુજરાતી શબ્દ સેવૈયા નો અર્થ અંગ્રેજી ભાષામાં વર્મીસેલી છે અને દક્ષિણ ભારતમાં સેમિઆ કહેવામાં આવે છે. ખીર દૂધથી બનેલી વાનગી જેવી ખીર છે પણ પશ્ચિમી પુડિંગ્સ જેટલી થીક નથી અને વહેતી સુસંગતતા છે.આ રેસીપી બનાવવા માટે વધુ સમય લાગતો નથી અને લગભગ 20 થી 25 મિનિટમાં આખી ડીશ એકસાથે આવે છે.આ ખીર ને કોઈ પણ મેહમાન આવે ત્યારે પણ ઝડપ થી બનાવી ને સર્વ કરી શકાય છે. અને પ્રસાદ માં પણ ભોગ મૂકી શકાય છે.મેં આજે વર્મીસેલી instant mix માંથી આ ખીર બનાવી છે જે ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ બની છે. Chandni Modi -
ખીર (Kheer Recipe In Gujarati)
સાબુદાણા ની ખીર , ચોખા ની ખીર , રાંધેલા ભાત ની ખીર બનાવવા માં આવે છે .મેં રાંધેલા ભાત ની ખીર બનાવી છે જે ઝડપ થી બની જાય છે .બહુ ઓછી સામગ્રી થી બની જાય છે .#RC2 Rekha Ramchandani -
ખીર (Kheer Recipe In Gujarati)
#mrખીર એ નાના મોટા સૌવ ને ભાવતી વાનગી છે.ખીર એકદમ સહેલાય થી બનતી અને હેલ્ધી વાનગી છે.ખીર એકદમ ક્રીમી અને ટેસ્ટી લાગે છે. Sheth Shraddha S💞R -
કેરેમલ ખીર (Caramel Kheer Recipe In Gujarati)
#SSRશ્રાધ્ધ માં ખીર કે દૂધપાક બનાવું. આમ પણ દૂધની રેસીપી બનાવી જમવા અને જમાડવાનું મહત્વ છે. ભાદરવા મહિનામાં ગરમીને લીધે પિત્ત બને અને દૂધ અને સાકરની વાનગી ખાવાથી પિત્ત નું શમન થાય છે.ખીર, દૂધ પાક કે સેવૈયા ખીર તો દર વખતે બનાવું આજે કેરેમલાઈઝ્ડ ખીર બનાવી જે બહુ જ સરસ બની અને બધા ને ખૂબ જ ભાવી. કેરેમલને લીધે આ ખીર નો કલર પિંકીશ આવશે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
કેસર રબડી ખીર (Kesar Rabdi Kheer Recipe In Gujarati)
#mr કેસર રબડી ખીર -૨બડી એકલી ખાવી તેનાં કરતાં એમાં કેસર ને Coconut વારા ભાત સાથે વધુ ટેસ્ટી ખીર... ઢંડી કરી રાત્રે ટીવી જોતા ખાવાની મઝા આવી જાય.નિંદ્રા રાણી જલ્દી આવી જાય #mr Sushma vyas -
-
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#RC2#cookpadgujarati#cookpadindia મખાના એટલે કે કમલ ના ફૂલ ના બીજ જે અનેક પ્રકારના પોષક તત્વો થી ભરપૂર હોય છે એટલે આ ખીર ખૂબ હેલ્થી બને છે. ઉત્તર ભારત માં તો આ ખીર નવરાત્રિ ના ઉપવાસ માં બનાવવા માં આવે છે. મખાના થી બનતી આ ખીર સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. અને બનાવવા માં પણ ખૂબ સરળ છે.. ખૂબ જલ્દી થી બની જતી આ ખીર પાર્ટી desert તરીકે પણ સર્વ કરી શકાય છે. Neeti Patel -
ટ્રેડિશનલ વર્મીસેલી ખીર વીથ ડ્રાય ફ્રુટ
#childhood#cookpadindia#cookpadgujaratiમમ્મી સરસ વાનગીઓ બનાવે. હું નાની હતી ત્યારે sweet dish મારી ફેવરિટ વાનગી. કોઈ મહેમાન આવે ત્યારે મમ્મી અચુક મારી ફેવરીટ વર્મીસેલી ખીર બનાવે. આજે પણ જ્યારે sweet dish ખાવાની ઈચ્છા થાય ત્યારે અચૂક બનાવવામાં સરળ એવી હેલ્ધી વર્મીસેલી ખીર ઘરમાં અચુક બને જ.કેલ્શિયમથી ભરપૂર ગાયના દૂધમાં ઘણા પોષક તત્વો છે. તેમજ ડ્રાયફ્રુટ માં વિટામિન અને ફાઇબર ભરપૂર માત્રામાં છે. આજે મેં ડ્રાય ફ્રુટ અને ગાયના દૂધનું કોમ્બિનેશન કરીને હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક માય childhood રેસીપી વર્મીસેલી ખીર બનાવી. જેની રેસિપી શેર કરતા મને ખૂબ જ ખુશી થાય છે. Ranjan Kacha -
ખીર (Kheer Recipe In Gujarati)
#GA4#Week8ખીર લગભગ બધાને ખૂબ જ પ્રિય હોય છે.ખીર ના ઘણા બધા ફાયદા છે.ખીર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે.ખીર ગરમી ઘટાડે છે, તેમજ પેટ સાફ કરવા માટે ઉપયોગી છે. ખીરથી આપણા શરીરમાં થયેલું પિત્ત પણ દૂર થાય છે. Hemali Chavda -
ખીર (Kheer Recipe In Gujarati)
#mr દૂધ માંથી બનતી ખીર જે શ્રાદ્ધ માં ખૂબ જ જાણીતી રેસિપી છે દરેક ઘર માં બનતી જ હોય છે Jayshree Chauhan -
વર્મીસેલી મીઠી સેવ (Vermicelli Sweet Sev Recipe In Gujarati)
#DIWALI2021વર્મીસેલી મીઠી સેવ ને તમે કોઈપણ તહેવાર કે ઉત્સવમાં બનાવી શકો છો અને આ ઝટપટ બની જાય તેવી મિઠાઇ છે. Hetal Siddhpura -
રાઈસ બોલ્સ ખીર (Rice Balls Kheer Recipe In Gujarati)
#વેસ્ટખીર ,દુધપાક ,દુધભાત વર્ષોથી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં ખાવામાં આવે છે, નામ ભલે અલગ હોય સામગ્રી એજ હોય છે, બનાવટ થોડી અલગ હોય છે, અને રાજ્ય રાજ્ય ભાષા ને લીધે નામ જુદા જુદા હોય છે, આજે આ સામગ્રી પણ થોડા ફેરફાર સાથે મેં રાઈસ બોલ્સ ની ખીર બનાવી છે, જે હેલ્ધી અને થોડી અલગ દેખાવ વાળી ખીર છે, આમા ડ્રાયફ્રૂટ અને ચોખાના લોટમાંથી તૈયાર કરેલ બોલ્સ વડે ખીર બની છે, ઘણી ટેસ્ટી અને પૌષ્ટિક છે . Nidhi Desai -
કેળા કેસર ખીર(Banana saffron kheer recipe in Gujarati)
#GA4#week2#banana કેળા અને દૂધ નું કોમ્બિનેશન આમ તો કોમન છે અને દૂધ કેળાં તો બધા લેતા જ હોય છે મેં કઈક અલગ રીતે બનાવી ખીર. Lekha Vayeda -
ડ્રાયફ્રુટ ખીર(Dryfruit kheer recipe in Gujarati)
#CookpadTurns4ખીર એ હેલ્થી અને ફાસ્ટ બની જતી સ્વીટ ડીશ છે. આજે મે એમાં ડ્રાય ફ્રૂટ નાખીને બનાવી છે Jagruti Chauhan -
-
એપલ ખીર (Apple Kheer Recipe In Gujarati)
#makeitfruityApple એ ખૂબ જ હેલ્થ માટે સારુ ફળ છે બાળકોને રોજ એક ને એક ફ્રૂટ ભાવતું નથી તો આ રીતે તેનો અલગ અલગ રીતે ઉપયોગ કરે અને બાળકોને ખવડાવવામાં આવે તો તે ખુશીથી ખાઈ લે છે મેં અહીંયા એપલ માંથી ઘેર બનાવી છે જે બાળકોને તો ફાવે છે પણ અમારા ઘરમાં મોટાને પણ બધાને ખૂબ જ ભાવે છે Ankita Solanki -
મોરૈયા ની ખીર (Moraiya Kheer Recipe In Gujarati)
#EB #week15મેં આજે મોરૈયાની ફરાળી ખીર બનાવી છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
રાઈસ ખીર(rice kheer recipe in gujarati)
પરંપરાગત મિઠાઈઓ માં ખીર એક એવી વાનગી છે જે શુભપ્રસંગે તો બને જ છે સાથે સાથે ખૂબ થોડી સામગ્રીઓ થી બની જાય છે અને ખુબ સ્વાસ્થ્ય વર્ધક તો ખરા જ. ખીર ઘણા પ્રકારની બની શકે છે પણ મેં અહીં પરંપરાગત ચોખા ની ખીર બનાવી છે.#સુપરશેફ૪#રાઈસઅથવાદાળ#વિકએન્ડરેસિપી Rinkal Tanna -
ડ્રાય ફ્રુટ ફરાળી ખીર(kheer recipe in gujarati)
આ રેસિપી તમે ફરાળ માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ..આ ખીર તમે ગરમ અને ઠંડી બેય રીતે ખાઈ શકાય છે.. Meet Delvadiya -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#mrબાસુંદી એટલે દૂધ ને ઉકાળીને ઘટ્ટ કરી બનાવાતી રેસિપી. બાસુંદી એક ટ્રેડિશનલ રેસિપી છે. સૂકા મેવા અને જાયફળ નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે એમાં. Jyoti Joshi -
ખીર
#Indiaરેસીપી:-7ખીર એ જલ્દી થી બની જતી રેસિપી છે.. અને આપણી વર્ષો પહેલાં થી આપણા વડીલો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક વાનગી બનાવતા..એ આપણી પરંપરાગત વાનગી છે.. Sunita Vaghela -
સામા ની ખીર (Sama Kheer Recipe In Gujarati)
ફરાળી વાનગીમાં પણ કોઈ એક sweet dish. હોય તો જમવાની મજા આવે છે.તો આજે મેં ઠંડી ઠંડી સામા ની ખીર બનાવી. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (3)