કોપરા ના લાડુ (kopara laddu recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#PR
#GCR
#Post1
દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. અહીં મેં ગણપતિ દાદાને પ્રસાદ માં ધરાવવા માટે કોપરા ના લાડુ બનાવ્યા છે. કોપરા ના લાડુ એકદમ ઝડપથી બની જાય છે અને આ લાડુ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
5 વ્યક્તિ
  1. 2 કપડેસીકેટેડ કોકોનટ
  2. 1 કપખાંડ
  3. 1 કપદૂધ
  4. 2 ચમચીફ્રેશ મલાઈ
  5. 2 ચમચીકાજુ બદામ પિસ્તા પાવડર
  6. 1 ચમચીઘી
  7. 1 ચમચીઈલાયચી પાવડર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ નોન સ્ટીક પેન માં દૂધ અને ખાંડ ને પાંચ મિનિટ સુધી ઉકાળો. દૂધ ઉકળે પછી તેમાં ફ્રેશ મલાઈ એડ કરો.

  2. 2

    પછી તેમાં ઈલાયચી પાવડર એડ કરો. હવે તેમાં કોપરાની છીણ અને ડ્રાયફ્રુટ પાવડર એડ કરી બરાબર હલાવી લો.

  3. 3

    પછી તેમાં ઘી એડ કરો. તેને એક મિનિટ સુધી શેકવું બધુ બરાબર હલાવી લો. લાડુ બનાવવા નું મિશ્રણ રેડી છે આ મિશ્રણને થોડું ઠંડુ થવા દો પછી તેને લાડુના મોલ્ડમાં સેટ કરીને લાડુ બનાવી લો.

  4. 4

    ગણપતિ દાદા ને પ્રસાદ માં ધરાવવા માટે કોપરા ના લાડુ રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes