રવા કોપરા લાડુ (Semolina Coconut Laddu Recipe In Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

#પ્રસાદ
#ravakopraladdu
#cookpadindia
#cookpadgujarati
#રવા કોપરા લાડુ

શેર કરો

ઘટકો

25-30 mins
3 servings
  1. 1 કપઝીણો રવો
  2. 4 ચમચી ઘી
  3. 1/4 કપસૂકા કોપરા ની છીણ
  4. 1 કપખાંડ
  5. જરૂર મુજબ ખાંડ ડૂબે એટલું પાણી
  6. 1 ચમચી ઈલાયચી પાઉડર
  7. જરૂર મુજબ કાજુ, દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

25-30 mins
  1. 1

    લાડુ માટેની સામગ્રી એકઠી કરી એક પેન માં ઘી લઈ એમાં કાજુ અને દ્રાક્ષ ને રોસ્ટ કરી ને અલગ કાઢી લો.

  2. 2

    હવે એ જ ઘી માં રવો 10 મિનીટ જેવું સાંતળી લો.

  3. 3

    બીજી બાજુ ખાંડ લઈ એ ડૂબે એટલું પાણી લઈ એક તાર ની ચાસણી બનાવી લો. ચાસણી થવા આવે એટલે એમાં ઈલાયચી પાઉડર ઉમેરી દો.

  4. 4

    હવે રવા માં કોપરું, કાપેલા કાજુ અને દ્રાક્ષ ઉમેરી મિક્સ કરી ચાસણી પણ ઉમેરી બધું એકરસ કરી લો.

  5. 5

    સહેજ નવશેકું હોય ત્યારે હાથમાં ઘી લગાડી મિશ્રણ માં થી લાડુ વાળી લો અને સૂકા કોપરા ની છીણ માં રગદોળીને પ્રસાદ માં મૂકો. નવરાત્રિમાં પ્રસાદ માટે બનાવેલા લાડુ તૈયાર છે...🙏 જય અંબે મા🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes