મિક્ષ કઠોળ નો પુલાવ (Mix Kathol Pulao Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

#PR
આ પુલાવ મા કોઈ લીલોતરી કે કંદમૂળ નો ઉપયોગ કર્યો નથી.પર્યુષણ મા લીલા મરચા કે મીઠા લીમડા નો પણ ઉપયોગ કરવામાં આવતો નથી.આ બધી સામગ્રી ના ઉપયોગ વગર બનાવેલો આ પુલાવ ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે.તમે પણ ટ્રાય કરજો.

મિક્ષ કઠોળ નો પુલાવ (Mix Kathol Pulao Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#PR
આ પુલાવ મા કોઈ લીલોતરી કે કંદમૂળ નો ઉપયોગ કર્યો નથી.પર્યુષણ મા લીલા મરચા કે મીઠા લીમડા નો પણ ઉપયોગ કરવામાં આવતો નથી.આ બધી સામગ્રી ના ઉપયોગ વગર બનાવેલો આ પુલાવ ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે.તમે પણ ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો માટે
  1. ૨ કપબનાવેલો ભાત
  2. ૧ કપપલાળી ને બાફેલું મિક્ષ કઠોળ(મગ,મઠ,ચણા,છોલે ચણા, વાલ,રાજમાં)
  3. ૩ ટેબલ સ્પૂનતેલ
  4. સૂકા લાલ મરચા
  5. તમાલ પત્ર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ચપટીહિંગ
  8. ૧/૨ ટી સ્પૂનહળદર
  9. ૧ ટી સ્પૂનલાલ મરચું
  10. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  11. ૧/૨ ટી સ્પૂનજૈન પાવભાજી મસાલો
  12. ૧ ટી સ્પૂનલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં તમાલ પત્ર અને સૂકા લાલ મરચા નાખો.હિંગ પણ નાખો.

  2. 2

    હવે તેમાં બાફેલા કઠોળ ઉમેરો.ત્યાર બાદ તેમાં બનાવેલો ભાત નાખો.

  3. 3

    તેમાં મીઠું,હળદર,ગરમ મસાલો અને પાવભાજી મસાલો નાખો.હવે તેને હળવા હાથે હલાવી લો.ત્યાર બાદ તેમાં લીંબુ નો રસ નાખો અને ફરી થી હલાવી લો.

  4. 4

    તેને ૨ મિનિટ માટે ગેસ પર રાખી ને નીચે ઉતારી લો.ત્યાર બાદ એક બાઉલ માં કાઢી ને સર્વ કરો.

  5. 5

    તો તૈયાર છે ટેસ્ટી લાગે એવો મિક્ષ કઠોળ નો પુલાવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

ટિપ્પણીઓ

Similar Recipes