પાવર પેક મોદક (power pack Modak recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યકિત
  1. 1 કપખજૂર
  2. 1 કપમિક્સ ડ્રાયફ્રુટ્સ (ટુકડા કરેલા)
  3. 2 ચમચીશેકેલા સિંગદાણાનો ભૂકો
  4. 1 ચમચીતલ
  5. 1 ચમચીખસખસ
  6. 1/4 કપઓટ્સ (સુકા શેકેલા)
  7. 2 ચમચીઘી
  8. 1 ચમચીઇલાયચી પાવડર
  9. 1/4 કપડેસીકેટેડ કોકોનટ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ખજૂરને ગરમ પાણીમાં બે કલાક માટે પલાળી રાખો પછી તેમાંથી વધારા નું પાણી કાઢીને ખજૂર ને મિક્સર જારમાં પેસ્ટ બનાવી લો.

  2. 2

    પેન માં ઘી ગરમ કરવા મુકો. ડ્રાયફ્રૂટ અને કોકોનટ ને ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો. છેલ્લે તલ અને ખસખસ નાખી થોડી સેકંડ માટે શેકીને પછી ગેસ બંધ કરો.

  3. 3

    પછી તેમાં સીંગદાણાનો ભૂકો ઓટ્સ એડ કરીને સારી રીતે મિક્સ કરી લો અને એક બાઉલમાં કાઢી સાઈડ માં મૂકી દો.

  4. 4

    પેનમાં ઘી મૂકીને ખજૂર ની પેસ્ટ સાંતળી લો. પછી તેને ઠંડી થવા દો. ખજૂર ની પેસ્ટ ઠંડી થાય પછી તેમાં ડ્રાયફ્રુટ વાળું મિશ્રણ, શેકેલો ઓટ્સ, કોકોનટ પાવડર અને સીંગદાણાનો ભૂકો આ બધા મિશ્રણમાં એલચી પાવડર એડ કરી બધું મિક્સ કરી લો.

  5. 5

    મોદક ના મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરીને તેમાં તૈયાર કરેલું મિશ્રણ પ્રેસ કરી દબાવીને ભરો. પછી સાચવીને અન મોલ્ડ કરી લેવા.

  6. 6

    ગણપતિ દાદાને પ્રસાદમાં ધરાવવા માટે પાવર પેક મોદક રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes