સ્ટીમ મોદક (Steamed Modak Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10

#GCR ukadiche modak)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૧ કપચોખા નો જીનો લોટ
  2. ૧.૫ કપ પાણી
  3. ૧ ચમચીઘી
  4. ચુટકીમીઠુ
  5. સ્ટફિંગ માટે ની સામગ્રી
  6. ૧ કપલીલા નાળિયેર નુ ખમણ
  7. ૧ કપગોળ
  8. ચમચો ઘી
  9. ૧ ચમચીખસખસ
  10. ચમચો સૂકોમેવો
  11. ૧/૨ ચમચીઇલાયચી જાયફળ નો પાઉડર
  12. ડેકોરેશન માટે ની સામગ્રી
  13. ૧/૨ કપદૂધ
  14. ૧ ચમચીકેસર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પેલા ચોખા ના લોટ ને ચારી માપ કરી લેવો ને એનાથી દોઢ ગણું પાણી ગરમ થાય એટલે તેમાં ઘી ને મીઠું નાખી ઉકળે એટલે તેમાં લોટ નાંખી ખીચું બનાવવું.

  2. 2

    હવે ખીચું ઠરી જાય એટલે તેમાં ઘી નાખી ખૂબ મસળી ઢાંકી રાખો.

  3. 3

    હવે સ્ટફિંગ માટેની વસ્તુ રેડી કરી ઘી ગરમ થાય એટલે તેમાં પેલા ખસખસ નાખવી ને પછી તેમાં સૂકોમેવો નાખી સસડવા દેવું ને પછી તેમાં નાળિયેર નુ ખમણ એડ કરવું.

  4. 4

    હવે બદામી કલર નું નાળિયેર નુ ખમણ શેકાઈ જાય એટલે તેમાં ગોળ ને ઈલાયચી જાયફળ નો પાઉડર નાખી હલાવતા રહેવું ને ડ્રાય થવા લાગે એટલે ઉતારી લેવું.

  5. 5

    હવે ઠંડુ થઇ જાય એટલે આપને હવે મોદક બનાવશું એનાં માટે આપને પેલા બીબા મા ઘી લાગવી લેશું ને ખીચું વારા લોટ ને પાછુ ઘી નાખી ખૂબ મસળી લેવો.

  6. 6

    હવે મોદક ના બીબા મા લોટ નાંખી વચ્ચે આંગળી ની મદદ થી કાણું પાડી તેમાં સ્ટફિંગ ભરવું.

  7. 7

    હવે પાછળ થી પેક કરી મોદક રેડી કરી લેશું.

  8. 8

    હવે એક ચારણી મા રાખી નીચે તપેલાં મા પાણી ગરમ થાય એટલે ૧૦- ૧૫ મિનીટ સુધી સ્ટીમ કરી લેવા હાથ માં લોટ ચોંટે નહીં એટલે સ્ટીમ થઈ ગયા.

  9. 9

    હવે ઠરી જાય એટલે માથે કેસર ના તાતડા વારું દૂધ રેડવું.

  10. 10

    આ રિતે રેડી છે આપણા ટ્રેડિશનલ સ્ટીમ મોદક જે સ્વાદ મા ખુબ સરસ લાગે છે.
    હવે આપને બાપા ના પ્રિય મોદક નો ભોગ ધરાવી દઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes