તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)

Tejal Vashi
Tejal Vashi @Tejal21

આ નામ તમે ઘણી બધીવાર સાંભળ્યું હશે. આ એક રાઇસની રેસિપી છે. આ રાઈસ હોટલ કરતા પણ પાઉભજી લારી પર મળતા રાઇસનો ટેસ્ટ ખુબ જ સરસ હોય છે. આ રાઇસમાં ઘણા બધા શાકભાજી અને આપણા રેગ્યુલર મસાલાનો ઉપયોગ કરીને બનાવાય છે. આ વાનગી ખુબજ ઝડપથી બનતી વાનગી. છે. તો ચાલો બનાવીએ તવા પુલાવ.
#EB
#Week 13
# તવા પુલાવ

તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)

આ નામ તમે ઘણી બધીવાર સાંભળ્યું હશે. આ એક રાઇસની રેસિપી છે. આ રાઈસ હોટલ કરતા પણ પાઉભજી લારી પર મળતા રાઇસનો ટેસ્ટ ખુબ જ સરસ હોય છે. આ રાઇસમાં ઘણા બધા શાકભાજી અને આપણા રેગ્યુલર મસાલાનો ઉપયોગ કરીને બનાવાય છે. આ વાનગી ખુબજ ઝડપથી બનતી વાનગી. છે. તો ચાલો બનાવીએ તવા પુલાવ.
#EB
#Week 13
# તવા પુલાવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25-30 મિનિટ
5-7 વ્યક્તિ માટે
  1. 500 ગ્રામબાસમતી ચોખા
  2. 1 નગફ્લાવર સમારેલું
  3. 100 ગ્રામવટાણા બાફેલા
  4. 1-2 નગબટાકા સમારેલા
  5. 1-2 નગકાંદા સમારેલા
  6. 100 ગ્રામફણસી
  7. 2 નગટામેટા સમારેલા
  8. 2-3 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  9. 1 ચમચીહળદર પાઉડર
  10. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  11. 1 ચમચીધાણાજીરું પાઉડર
  12. 1-2 ચમચીપાઉંભાજીનો મસાલો
  13. મીઠું સ્વાદ મુજબ
  14. પાણી જરૂર મુજબ
  15. 3-4 ચમચીતેલ
  16. 1-2 નગતેજ પત્તાં
  17. 1-2 નગતજ,લવીંગ અને આખા મરી
  18. 1 નગકેપ્સીકમ સમારેલું

રાંધવાની સૂચનાઓ

25-30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં પાણી અને મીઠું હળદર પાઉડર તેમજ ઉપર જણાવ્યા મુજબના આખા મસાલા ઉમેરી પાણી ગરમ કરી એમાં બાસમતી ચોખા ઉમેરી 90% ચડે ત્યાં સુધી થવા દેવ.

  2. 2

    બીજા એક પેન માં પાણી અને થોડું મીઠું ઉમેરી પાણી ગરમ થાય પછી એમાં કાંદા અને ટામેટાં સીંવાયના બધાં જ શાકભાજી અધક્ચરા બાફી લેવા.

  3. 3

    હવે એક પેન માં 2-3 ચમચી તેલ લઇ તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી આખું જીરૂ ઉમેરી સાંતળી લેવું. ત્યાર બાદ એમાં કાંદા ઉમેરી ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાતળવું. ત્યારબાદ એમાં સમારેલા ટામેટાં ઉમેરી ટામેટાં ચડી જાય પછી ઉપર જણાવ્યા મુજબના મસાલા ઉમેરી 2 મિનિટ શાતળવું.

  4. 4

    ત્યારબાદ એમાં બાફેલઆ શકભાજી ઉમેરી મિક્સ કરવું ને એ મિક્સ થઈ જાય પછી બાફેલો ભાત ઉમેરી બરાબર મિક્સ કરી સાતળી લેવું.

  5. 5

    ત્યાર છે આપણો તવા પુલાવ અને તમે ગરમ ગરમ વેજ.રાઇતું પાપડ અને સલાડ સાથે સવ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Vashi
Tejal Vashi @Tejal21
પર

Similar Recipes