ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૨ કપઘઉં નો જાડો લોટ
  2. ૧/૨ કપરવો
  3. ૧ કપઘી
  4. ૧ કપગોળ
  5. ૧ ચમચીઇલાયચી પાઉડર
  6. ડ્રાય ફ્રુટ જરૂર પ્રમાણે
  7. મુઠીયા તળવા માટે ઘી
  8. લોટ બાંધવા ગરમ પાણી
  9. મોણ માટે ૧/૪ કપ ઘી
  10. ૨ ચમચીખસખસ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક બાઉલ માં લોટ અને રવો લઈ તેમાં મુઠી પડતું મોણ નાખી હુફાળા પાણી થી એકદમ કઠણ લોટ બાંધો.

  2. 2

    લોટ ને ભીનું કપડું ઢાંકી 1/2કલાક માટે rest આપો.

  3. 3

    હવે લોટ માંથી મુઠીયા વાળી એકદમ ધીમા ગેસ પર ગુલાબી કલર ના તળી લ્યો અને સાવ ઠંડા કરી લ્યો.

  4. 4

    મુઠીયા ને મિક્સર માં ક્રશ કરી તેને એક વખત ચારણી થી ચાળી લેવું. હવે તેમાં ઇલાયચી નો પાઉડર ડ્રાય ફ્રુટ મિક્ષ કરો.

  5. 5

    એક પેન માં ઘી ગરમ કરી ગેસ બંધ કરી તેમાં ગોળ ઉમેરી બરાબર મિક્ષ કરી ચૂરમાં માં મિક્ષ કરી બરાબર મિક્સ કરવું અને તેમાં થી લાડુ વાળી લ્યો.

  6. 6

    લાડુ ને ઉપર થી ખસખસ લગાવી ગણપતિ બાપ્પા ને ભોગ ધરાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

Similar Recipes