ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)

Varsha Patel
Varsha Patel @jalpa_7565
Surat

#TT2
આ ભાખરવડી મે પલકબેન ના zoom live session માં શીખી હતી અને ખૂબ જ સરસ બની હતી.

ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)

#TT2
આ ભાખરવડી મે પલકબેન ના zoom live session માં શીખી હતી અને ખૂબ જ સરસ બની હતી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45મીનીટ
35-40નંગ
  1. લોટ બાંધવા માટે
  2. 1+1/2 કપ ચણાનો લોટ
  3. 1/3 કપમેંદો
  4. 1/3 કપઘઉં નો લોટ
  5. 1/2 ચમચીમીઠું
  6. સ્ટફીંગ માટે
  7. 1/2 કપકોપરાનું છીણ
  8. 1/2 કપછીણેલુ લીલુ કોપરું
  9. 1/2 કપચણાનો લોટ
  10. 1/4 કપશીંગ દાણા
  11. 3/4 કપદળેલી ખાંડ
  12. 2 ચમચીખસખસ
  13. 3 ચમચીવરીયાળી
  14. 5-6 નંગલીલા મરચાં
  15. 1મોટો ટુકડો આદુ
  16. 2 ચમચીલાલ મરચું પાઉડર
  17. 1 નાની ચમચીહળદર
  18. 1 નાની ચમચીઆમચૂર પાઉડર
  19. 1 નાની ચમચીગરમ મસાલો
  20. 1 ચમચીલીંબુ નો રસ
  21. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

45મીનીટ
  1. 1

    સૌપ્રથમ ત્રણેય લોટ ને ચાળી લો તેમાં મીઠું અને હળદર મિક્સ કરી કઠણ લોટ બાંધી લો. હવે ઢાંકીને રહેવા દો.

  2. 2

    હવે એક પેનમાં ખસખસ,વરિયાળી અને તલને શેકી લો. ડીશ માં ઠંડુ કરવા કાઢી લો. હવે એજ ગરમ પેન માં જ ચણાનો લોટ શેકી લો.

  3. 3

    હવે મિક્સરમાં જાર ખસખસ,વરિયાળી અને તલ ને પીસી લો.તેમાં શેકેલા શીંગદાણા એડ કરી પીસી લો. હવે તેમાં શકેલો ચણાનો લોટ અને હળદર, મરચું, મીઠું,આમચૂર,પાઉડર, ખાંડ અને સૂકા કોપરાનું છીણ એડ કરી પીસી લો. એક ડીશમાં કાઢી લો. હવે તેમાં લીલા નારિયેળનું છીણ અને લીંબુ એડ કરી બરાબર મિક્સ કરો.

  4. 4

    હવે લોટ બાંધેલો હતો તેમાંથી મોટી રોટલી વણો રોટલી થી જાડી વણી લો.તે રોટલી ઉપર બનાવેલ સ્ટફિંગ પાથરો બરાબર હાથેથી દબાવી પાથરવાનું. જેથી કરીને ભાખરી સાથે સ્ટફિંગ બરાબર ચોંટી જાય.હવે ભાખરીને દબાવીને રોલ વાળો. તેના છેડે મેંદાના લોટની લઈ લગાવી ચોંટાડી દો. હવે તેના કાપા પાડો અને એક એક ભાખરવડી ને હાથેથી દબાવી લંબગોળ આકાર આપી તૈયાર કરો. (જેથી કરીને તેલમાં તળવા થી મસાલો છૂટો ના પડે)

  5. 5

    હવે એક પેનમાં તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે ભાખરવડી ધીમા ગેસ પર બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લો. આ ભાખરવડી એક અઠવાડિયા સુધી સારી રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Patel
Varsha Patel @jalpa_7565
પર
Surat

Similar Recipes