મલાઈ પનીર બરફી(Malai Paneer Burfi Recipe In Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#mr
આ વાનગી ફુલફેટ દૂધની તાજી મલાઈ...ઘરે જ બનાવેલ પનીર અને મિલ્કપાવડર,દૂધ અને ઘી માંથી બનાવેલ માવો ઉમેરીને ગણેશજી ના પ્રસાદ માટે ખાસ બનાવી છે...સાકરની મીઠાશ અને ઈલાયચી,પિસ્તા તેને ખાસ રીચ ફ્લેવર આપે છે.

મલાઈ પનીર બરફી(Malai Paneer Burfi Recipe In Gujarati)

#mr
આ વાનગી ફુલફેટ દૂધની તાજી મલાઈ...ઘરે જ બનાવેલ પનીર અને મિલ્કપાવડર,દૂધ અને ઘી માંથી બનાવેલ માવો ઉમેરીને ગણેશજી ના પ્રસાદ માટે ખાસ બનાવી છે...સાકરની મીઠાશ અને ઈલાયચી,પિસ્તા તેને ખાસ રીચ ફ્લેવર આપે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
ફૅમિલી માટે
  1. 250 ગ્રામપનીર
  2. 1 કપફુલફેટ દૂધની મલાઈ
  3. 1/2 કપદૂધ
  4. 150 ગ્રામમાવો
  5. 2 ચમચીઘી
  6. 1 કપદળેલી સાકર
  7. 1 ચમચીઈલાયચી પાઉડર
  8. 4 ચમચીસમારેલી પિસ્તાની ચીરી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક નોનસ્ટિક પેન માં ઘી...હાથે થી ક્રમબલ કરેલું પનીર...દૂધ...દૂધની મલાઈ...માવો તેમજ દળેલી સાકર બધું જ ઉમેરો...ત્યાર પછી ગેસ સ્લો ફ્લેમ પર ચાલુ કરો...મિશ્રણ ને સતત ચલાવતા રહો.

  2. 2

    થોડી વારમાં મિશ્રણ ઘટ્ટ થવા લાગશે...સાકરનું પાણી છૂટશે તેને સતત ચલાવવાથી શોષાઈ જશે...મિશ્રણ પેન છોડવા લાગે અને સાકરનું પાણી બળી જાય એટલે ગેસ બંધ કરીને ઈલાયચી પાઉડર ઉમેરો.

  3. 3

    આ બરફી પ્રસાદ માં ધરાવવા માટે બનાવી છે એટલે મેં તેમાં કોઈ એસેન્સ કે કલર ઉમેર્યા નથી તમે ઈચ્છો તો ઉમેરી શકો...એક ગ્રીસ કરેલા મોલ્ડ અથવા થાળીમાં પાથરી દો.બરાબર ફેલાવી ઉપર પિસ્તાની કતરણ પાથરી તાવેથા અથવા ચમચી વડે દબાવી દો. ઠંડુ થાય એટલે થોડી વાર ફ્રીઝમાં સેટ કરવા મુકો.

  4. 4

    હવે આપણી દૂધમાંથી બનતી વાનગી મલાઈ પનીર બરફી તૈયાર છે...પીસ પાડી પ્લેટમાં કાઢી પ્રસાદ ધરાવો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ (15)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
બહુ જ સ્વાદિષ્ટ, મોઢા માં પાણી આવી ગયું

Similar Recipes