મલાઈ પનીર(Malai Paneer Recipe in Gujarati)

Amandeep Kaur
Amandeep Kaur @cook_26502072

#GA4
#week6
પનીર ના શોકીનો માટે મારી આ રેસિપી છે.

મલાઈ પનીર(Malai Paneer Recipe in Gujarati)

#GA4
#week6
પનીર ના શોકીનો માટે મારી આ રેસિપી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

75 મિનિટ
2 લોકો માટે
  1. 200 ગ્રામપનીર
  2. 5 ચમચીતેલ
  3. 2મોટી ડુંગળી
  4. 2ટામેટાં
  5. 2લીલા મરચા, 1 ગાઠ લસણ, થોડી આદુ, કોથમીર
  6. 1 ચમચીજીરું, 1 તજ, 4 કાલી મરી, 2 લવિંગ
  7. 1/2 ચમચીમીઠુ, 1/2 ચમચી હળદર, 1/2 ચમચી મરચા પાઉડર,
  8. 1/2 ચમચીગરમ મસાલા પાઉડર, 1 ચમચી કસૂરી મેથી
  9. 1/2 કપમલાઈ
  10. 1 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

75 મિનિટ
  1. 1

    સૌથી પ્રથમ પનીર ના મનપસંદ ના ટુકડા કટ કરીલો.

  2. 2

    કડાઈ માં તેલ લો. તેલમાં ખડા મસાલા અને જીરું સાંતળી લો.

  3. 3

    ડુંગળી, આદુ, મરચા, લસણ ને સમારી એની પેસ્ટ બનાવી લો. હવે તેને કડાઈ માં જ્યાં લગી ગોલ્ડન ના થાય, ત્યાં લગી સાંતળો.

  4. 4

    જેમ પેસ્ટ નું રંગ ગોલ્ડન થાય ને તેલ છૂટે તેમાં મરચું, હળદર, ગરમ મસાલા ઉમેરો.

  5. 5

    બરાબર સાંતળી તેમાં ટામેટા ની પેસ્ટ ઉમેરી સાંતળો. તેલ છૂટે ત્યાં લગી.

  6. 6

    મીઠુ ઉમેરી 2 મિનિટ સાંતળી તેમાં પનીર ઉમેરી લો.

  7. 7

    2 મિનિટ ધીમા આંચ પર સાંતળી લઇ તેમાં દૂધ ઉમેરી દો. હવે હળવા રીતે હલાવો. તેમાં મલાઈ ઉમેરો.

  8. 8

    ઉકાળ આવે ત્યાં લગી ધીમા આંચ પર ચડવા દો.

  9. 9

    5 મિનિટ પછી તેમાં કસૂરી મેથી શેકી તેનો પાઉડર કરી ઉપર નાખી હલાવી દો.

  10. 10

    ઉપર થી કોથમીર નાખી 2 મિનિટ ગેસ પર રાખી ઉતારી ગરમાગરમ પરોઠા કે રોટલી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amandeep Kaur
Amandeep Kaur @cook_26502072
પર

ટિપ્પણીઓ

Similar Recipes