રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ લોકો
  1. ૧ કિલોઢોસા નુ ખીરુ
  2. ઢોસા ના બટેટાના મસાલા માટે
  3. ૨૫૦ ગ્રામ બાફેલા બટાકા
  4. ડુંગળી ઝીણી સમારેલી
  5. ૧/૪ ચમચીઅડદની દાળ
  6. ૧/૪ ચમચીચણાની દાળ
  7. ૫-૬ લીમડાના પાન
  8. ૩ ચમચીતેલ
  9. ૧/૨આદુની પેસ્ટ
  10. લીલું મરચું ઝીણું સમારેલું
  11. ટમેટું ઝીણું સમારેલું
  12. ૧/૨કેપ્સીકમ ઝીણું સમારેલું
  13. ચપટીહિંગ
  14. ૧/૪ ચમચીહળદર
  15. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  16. ૧ ચમચીરેડ ચીલી સોસ
  17. ૧/૨ ચમચીરાઈ જીરું
  18. મીઠું સ્વાદ અનુસાર
  19. જરૂર મુજબ પાણી
  20. ૧૦૦ ગ્રામ બટર
  21. મૈસુરી ચટણી માટે
  22. ૩-૪ કળી લસણની
  23. લાલ સૂકું મરચું
  24. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  25. મીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    બાફેલા બટેટાને મેશ કરી લેવા ડુંગળી, ટામેટા લીલું મરચું, કેપ્સીકમ ને ઝીણા સમારી લેવા અને આદુની પેસ્ટ બનાવી લેવી.

  2. 2

    પછી તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ, અડદની દાળ, ચણાની દાળ, લીમડાના પાન ઉમેરી અને ડુંગળી નો વઘાર કરવો. ડુંગળીને બેથી ત્રણ મિનિટ સુધી સાંતળવા દેવી.

  3. 3

    ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં ટામેટાં, મરચા કેપ્સીકમ ઉમેરી અને બધો મસાલો કરીને મિક્સ કરી લેવું.

  4. 4

    પછી પાણી નાખી ૩થી ૪ મિનિટ સુધી બધુ ચડી જવા દેવું પછી તેમાં મેશ કરેલા બટાકા ઉમેરી અને બધું મિક્સ કરી લેવું.

  5. 5

    હવે ઢોસાનો મસાલો તૈયાર છે તેને કોથમીર થી ગાર્નિશ કરવું. પછી ઢોસાનું ખીરું લઇ તેમાં થોડું પાણી નાખી હલાવી લેવું અને સ્વાદ મુજબ મીઠું નાખી લેવું. પછી તેને નોન સ્ટીક તવી ગરમ થાય એટલે થોડું પાણી છાંટી કપડાથી તવીને લુઇ અને ઢોસાનું ખીરું ચમચાની મદદથી સરસ ગોળ ફેરવતા જવું અને એકદમ પતલું પાથરી લેવું.

  6. 6

    મૈસુરી ચટણી ની બધી વસ્તુ લઈ અને મિક્સરમાં પીસી લેવી. પછી ઢોસા ઉપર બટર નાંખી અને પહેલા મૈસુરી ચટણી ઢોસા પર સ્પ્રેડ કરવી.પછી બધો મસાલો નાખીને સ્પ્રેડ કરી દેવો. નીચેથી ઢોસો સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી તેને વાડી અને ઉતારી લેવો.

  7. 7

    હવે તૈયાર છે આપણા ગરમાગરમ ક્રિસ્પી મૈસુરી મસાલા ઢોસા તેને ગરમાગરમ સંભાર સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes