મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
  1. ૫૦૦ ગ્રામ ઢોસા નું ખીરું
  2. બાફેલાં બટાકાં નાના ટુકડા કરીને
  3. ઊભી સમારેલી ડુંગળી
  4. ૧ ટેબલ સ્પૂનતેલ
  5. ૧/૨ ટી સ્પૂનરાઈ
  6. ૧/૨ ટી સ્પૂનજીરું
  7. ૧૦-૧૨ લીમડા ના પાન
  8. ૧/૨ ટી સ્પૂનહિંગ
  9. ૧ ટેબલ સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  10. ૧ ટી સ્પૂનલાલ મરચું
  11. ટામેટું છીણેલું
  12. મીઠું પ્રમાણસર
  13. ૧/૪ ટી સ્પૂનહળદર
  14. ૧/૨ ટેબલ સ્પૂનગરમ મસાલો
  15. ૧/૨ ટી સ્પૂનલસણ ની ચટણી
  16. લસણ ની ચટણી માટે
  17. સૂકા લાલ મરચા પાણી માં પલાળેલા
  18. લસણ ની કળી
  19. ૧/૨ ટી સ્પૂનઆમચૂર પાઉડર
  20. ૧ ટેબલ સ્પૂનદાળિયા
  21. ૧/૨ડુંગળી
  22. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    ઍક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય પછી રાઈ જીરૂ નાખો પછી લીમડાના પાન હિંગ નાખો પછી આદું મરચા ની પેસ્ટ સાંતળો.... ટામેટુ સાંતળો.... તેલ છૂટે ત્યારે ડુંગળી નાખી સાંતળો... ગુલાબી થાય એટલે મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો અને સુકા લસણ ની ચટણી મીક્ષ કરો અને હવે બટાકા મીક્ષ કરો

  2. 2

    મીક્ષર માં પલાળેલા મરચા,લસણ, આમચૂર,દાળિયા,ડુંગળી,મીઠું નાખી ક્રશ કરી લો બે થી ત્રણ ચમચી પાણી નાખી ક્રશ કરી લો તો... તૈયાર છે ઢોસા માં પાથરવાની ચટણી

  3. 3

    ૧ બાજુ ખીરા મા મીઠું મીક્ષ કરો...

    હવે ૧ નોન સ્ટીક તવી ગરમ થયે એની ઉપર સ્હેજ તેલ નાખી તરત ભીનો કટકો ફેરવી ઢોંસો બનાવવા વચ્ચે ૧ ચમચો ખીરુ લો... તેને ગોળ સુપ ચમચા વડે ગોળ ગોળ ફેરવી તવી પર ઢોંસો બનાવી તેના પર ઘી ગોળ ફરતે લગાવો

  4. 4

    હવે તેના ઉપર મૈસુર મસાલા ઢોંસા ની ચટણી પાથરો. વચ્ચે શાકના મસાલાની લાઇન કરો.

  5. 5

    હવે એક બાજુ થી ઢોસા ને ઊંચો કરી તેને વાળી લો અને તમારો મૈસુર મસાલા ઢોસા તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes