સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

#TT3
#COOKPADINDIA
#COOKPADGUJARATI
#Schezwan_fried _rice

સેઝવાન ફ્રાઈડ રાઈસ એ ચાઈનીઝ વેજીટેરિઅન રાઈસ નો પ્રકાર છે જેમાં સારા પ્રમાણમાં મિશ્રણ શાકભાજી, ભરપૂર પ્રમાણમાં આદુ અને લસણથી બનેલી અને મસાલેદાર હોમમેઇડ શેઝવાન ચટણી નાખી ને બનાવવા માં આવે છે. આ એક ઇન્ડો ચાઇનીઝ રેસીપી છે જે અહીં એશીયા માં ઘણા રેસ્ટોરન્ટમાં અને સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ લોકપ્રિય છે આ રેસીપી તમે તમારી પસંદગીઓ અનુસાર બનાવવા અને કસ્ટમાઇઝ કરવા માટે એકદમ સરળ છે.

સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)

#TT3
#COOKPADINDIA
#COOKPADGUJARATI
#Schezwan_fried _rice

સેઝવાન ફ્રાઈડ રાઈસ એ ચાઈનીઝ વેજીટેરિઅન રાઈસ નો પ્રકાર છે જેમાં સારા પ્રમાણમાં મિશ્રણ શાકભાજી, ભરપૂર પ્રમાણમાં આદુ અને લસણથી બનેલી અને મસાલેદાર હોમમેઇડ શેઝવાન ચટણી નાખી ને બનાવવા માં આવે છે. આ એક ઇન્ડો ચાઇનીઝ રેસીપી છે જે અહીં એશીયા માં ઘણા રેસ્ટોરન્ટમાં અને સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ લોકપ્રિય છે આ રેસીપી તમે તમારી પસંદગીઓ અનુસાર બનાવવા અને કસ્ટમાઇઝ કરવા માટે એકદમ સરળ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2 કપબોઈલ કરેલા બાસમતી રાઈસ
  2. 1 નંગબારીક સમારેલી ડુંગળી
  3. 1/2 કપબારીક સમારેલા બેલ પેપર (યલો, રેડ, ગ્રીન)
  4. 1 નંગબારીક સમારેલુ ગાજર
  5. 1-1/2 કપઊભી કટ કરેલ કોબી
  6. 1/3 કપલીલી ડુંગળી
  7. 2 ટેબલ સ્પૂનસેઝવાન ચટણી
  8. 1 ટેબલ સ્પૂનરેડ સોસ
  9. 1 ટેબલ સ્પૂનગ્રીન સોસ
  10. 1 ટે સ્પૂનબેલ્ક સોયા સોસ
  11. 1 ટેબલ સ્પૂનટોમેટો કેચપ
  12. 1 ટે સ્પૂનવિનેગર
  13. 1/2પાઉચ ચીંન્ગસ સેઝવાન રાઈસ મસાલો
  14. 1 ટેબલ સ્પૂનકશ્મીરી લાલ મરચું
  15. 1 ટેબલ સ્પૂનબારીક કટ કરેલ લસણ
  16. 1 ટેબલ સ્પૂનબારીક કટ કરેલ આદુ
  17. 3 ટેબલ સ્પૂનઓઈલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ને ધોઈને બોઈલ કરી લો. આ પ્રોસેસ એક બે કલાક પહેલા જ કરી ને રાખવી. કારણ કે રાઈસ ગરમ હશે તો છુટો નહીં થાય ઠંડા રાઈસ હોવાથી તે એકદમ બજાર માં હોય છે તેવો બનશે. લેફ્ટ ઓવર રાઈસ નો પણ તમે સેઝવાન રાઈસ બનાવી શકો.

  2. 2

    એક નોનસ્ટિક કડાઈ લઈ તેમાં ઓઈલ ઉમેરો હવે તેમાં ચોપ કરેલ આદુ લસણ ઉમેરો ગેસ ની ફેલમ મિડયમ - ફાસ્ટ રાખી તરત જ ડુંગળી, બધા બેલ પેપર, ગાજર, કોબીજ બધાને કરન્ચી રહે એવા કુક કરી લો. થોડી લીલી ડુંગળી પણ ઉમેરો.

  3. 3

    હવે તેમાં સેઝવાન સોસ અહીં મે ઘરનો બનાવેલ સોસ યુઝ કર્યો છે. તમે રેડી પણ યુઝ કરી શકો. રેડ અને ગ્રીન ચીલી સોસ, સોયા સોસ, કેચપ, સેઝવાન મસાલા તથા લાલ મરચું ઉમેરી રાઈસ ઉમેરી મિક્સ કરી લો. 5 મિનિટ કુક કરી ગેસ ઓફ કરી દો.

  4. 4

    ઉપરથી વિનેગર, કોબી અને લીલી ડુંગળી નાખી હલાવી લો. તો તૈયાર છે આપણા ચાઈનીઝ સ્પેશિયલ સેઝવાન ફ્રાઈડ રાઈસ. અહીં મે તેને ડ્રાય મનચુરીયન તથા હોટ એન્ડ સોર સૂપ સાથે સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

Similar Recipes