સેઝવાન રાઈસ

Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
Vadodara, Gujarat

#TT3
સેઝવાન રાઈસ એ ચાઈનીઝ ડીશ છે.તેમાં અમુક શાકભાજી અને સેઝવાન સોસ નો ઉપયોગ કરવામાં આવે છે.જે ટેસ્ટી અને હેલ્દી પણ છે.

સેઝવાન રાઈસ

#TT3
સેઝવાન રાઈસ એ ચાઈનીઝ ડીશ છે.તેમાં અમુક શાકભાજી અને સેઝવાન સોસ નો ઉપયોગ કરવામાં આવે છે.જે ટેસ્ટી અને હેલ્દી પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ - મિનિટ
3 વ્યકિત
  1. ૧ કપ- બાસમતી ચોખા
  2. ૧/૩ કપ- ડુંગળી - જીણી સમારેલી ડુંગળી
  3. ૧/૩ કપ- કોબીજ ઝીણી સમારેલી
  4. ૧/૩ કપ- ગાજર ઝીણું સમારેલું
  5. ૧/૩ કપ- કેપ્સિકમ ઝીણું સમારેલું (ગ્રીન,યલો,રેડ) અથવા ગ્રીન
  6. ૧/૩ કપ- ફણસી ઝીણી સમારેલી
  7. ચમચાં - સેઝવાન સોસ
  8. ચમચાં - તેલ
  9. ૧ ચમચી- આદુ-લસણની પેસ્ટ
  10. સ્વાદ અનુસારમીઠું
  11. જરૂર મુજબ પાણી
  12. ગાર્નિશ માટે:- એક ચમચો ઝીણી સમારેલી લીલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

૪૦ - મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ને ૨ વાર પાણીથી ધોઈ એક તપેલી માં ત્રણ ગ્લાસ પાણી મૂકી સ્વાદ અનુસાર મીઠું નાખી ચોખાને ઓસાવી ભાત બનાવી લેવા.

  2. 2

    ત્યાર પછી એક કડાઈ લઈ ગેસ ઉપર મધ્યમ તાપે મુકી તેમાં તેલ રેડી તેલ ગરમ થાય એટલે આદુ-લસણની પેસ્ટ નાખી સાંતળી તેમાં ડુંગળી, કેપ્સિકમ,(મારી પાસે ત્રણેય કલર ના કેપ્સીકમ હતા તેથી મે ત્રણેય લીધા છે તમે એકલાં ગ્રીન પણ લઈ શકો) ગાજર, ફણસી, કોબીજ નાખી સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી ત્રણ-ચાર મિનિટ ચઢવા દેવું

  3. 3

    શાકભાજીને કાચા-પાકા ચઢવા દેવા. પછી તેમાં સેઝવાન સૉસ ઉમરી બરાબર મિક્સ કરી બે મિનીટ સિઝાવા દેવું.

  4. 4

    ત્યાર પછી તેમાં ઓસાવેલો ભાત નાખી બરાબર મિક્સ કરવું અને એક મિનિટ ઢાંકણ ઢાંકી સીઝાવા દેવું.ત્યાર બાદ ગેસ બંધ કરી નીચે ઉતારી લેવું. તો તૈયાર છે સેઝવાન રાઈસ પછી તેમાં લીલી ડુંગળી થી ગાર્નીશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
પર
Vadodara, Gujarat
Cooking is my hobby❣️
વધુ વાંચો

Similar Recipes