સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)

Aanal Avashiya Chhaya
Aanal Avashiya Chhaya @aanal1990
Anjar Kutch
શેર કરો

ઘટકો

  1. ૧ કપબાસમતી ચોખા
  2. ૨ ચમચા તેલ
  3. જરૂર મુજબ પાણી
  4. મોટુ કૅપસિકમ
  5. નાની કોબી
  6. ૧૦ થી ૧૨ કળી લસણ
  7. ૧/૨ નંગગાજર
  8. ૨ નંગડુંગળી
  9. ચમચા સેઝવાન સોસ
  10. ૧ ચમચીસોયા સોસ
  11. જરૂર મુજબ સેઝવાન મસાલો
  12. ૧ ચમચો કેચપ
  13. ૧ નાની ચમચીવિનેગર
  14. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા જ શાકભાજી ને છીણી લો અને ભાત ને છૂટો બાફી લો.. બાફતી વખતે તેમાં થોડું લીંબુ અને થોડું તેલ નાખવાથી ભાત નો એક એક દાણો છૂટો બનશે

  2. 2

    ભાત 80% જેવા જ બાફવાના અને પછી ચારણી માં કાઢી ઉપર ઠંડુ પાણી રેડી દેવું

  3. 3

    હવે એક કડાય માં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટ્લે તેમાં ડુંગળી અને લસણ ઉમેરો એ સંતડાય જાય એટ્લે બધા બીજા શાક ઉમેરો અને મીઠું નાખી હલાવી અને થોડા ચડવા દો.. શાક થઇ જાય એટ્લે એમાં બધા સોસ ઉમેરી દો અને સેઝવાન મસાલો, કેચપ,વિનેગર ઉમેરી હલાવી લો

  4. 4

    હવે ભાત ઉમેરી બરાબર મિક્સ કરી લો અને ગરમા ગરમ સર્વ કરો તો તૈયાર છે એકદમ ટેસ્ટી સેઝવાન રાઈસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aanal Avashiya Chhaya
પર
Anjar Kutch

Similar Recipes