ઢોકળા ચીલી ડ્રાય (Dhokla Chili Dry Recipe In Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624

#LO
મેં leftover ઢોકળા માંથી એક ચાઈનીઝ ડિશ બનાવી છે જે સ્વાદ માં ખુબજ સરસ લાગે છે. આપડે જનરલી ઢોકળા વધે તો વાઘરી ને નાસ્તા માં ખાઈએ છીએ તેના બદલે આ રીતે બનાવી તો એક નવી આઈટમ મળે છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે.

ઢોકળા ચીલી ડ્રાય (Dhokla Chili Dry Recipe In Gujarati)

#LO
મેં leftover ઢોકળા માંથી એક ચાઈનીઝ ડિશ બનાવી છે જે સ્વાદ માં ખુબજ સરસ લાગે છે. આપડે જનરલી ઢોકળા વધે તો વાઘરી ને નાસ્તા માં ખાઈએ છીએ તેના બદલે આ રીતે બનાવી તો એક નવી આઈટમ મળે છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧ બાઉલ ઢોકળા ચોરસ કટ કરેલા
  2. ડુંગળી
  3. સિમલા મિર્ચ
  4. લીલા મરચા
  5. ૨ ચમચીસોયા સોસ
  6. ૨ ચમચીટોમેટો કેચઅપ
  7. ૧/૨ ચમચીમરી પાઉડર
  8. ૧ ચમચીગ્રીન ચીલી સોસ
  9. ૧ મોટી ચમચીઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  10. તેલ જરૂર પ્રમાણે
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ૧ ચમચીકોર્ન ફ્લોર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા ઢોકળા માં કટકા ને એક નોનસ્ટિક પેનમાં માં બે ચમચી તેલ ગરમ કરી સેલો ફ્રાય કરો લ્યો. બંને બાજુ થી ગોલ્ડન કલર માં થાય ત્યાં સુધી કરવા.

  2. 2

    હવે તેજ પેન માં બીજું થોડું તેલ ઉમેરી તેલ ગરમ થાય એટલે તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરવું

  3. 3

    હવે તેમાં ડુંગળી અને લીલા મરચા ઉમેરી સાથે મીઠું અને મરી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો.

  4. 4

    ત્યાર પછી તેમાં સિમલા મિચ ઉમેરી બરાબર મિક્સ કરો અને હાઇ ફલેમ પર બે મિનિટ સાંતળો. પછી તેમાં બધા જ સોસ ઉમેરી એક વાટકી માં એક ચમચી કોર્ન ફ્લોર માં થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં ઉમેરી દેવું.

  5. 5

    હવે તેમાં ઢોકળા ના કટકા ઉમેરી બરાબર મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

Similar Recipes