ડ્રાય ચીલી પનીર (Dry Chili Paneer Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
7 સવિઁગ
  1. 500 ગ્રામપનીર (ચોરસ ટુકડા મા કટ કરેલા)
  2. 3બેલ પેપર (ચોરસ કટ કરેલ) (લાલ, પીળા ને લીલાં)
  3. 2ડુંગળી (ચોરસ કટ કરેલી)
  4. 1 વાટકીપા બોઇલ કરેલ ફણસી (લાંબી)
  5. 1/2 કપકોર્ન ફ્લોર
  6. 2 ચમચીઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  7. 1/2 કપકટ કરેલ લીલી ડુંગળી ના પાન
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1 ચમચીટોમેટો સોસ
  10. 2 ચમચીસોયા સોસ
  11. 1/2 ચમચીમરી પાઉડર
  12. જરુર મુજબ પાણી
  13. 3 ચમચીતેલ
  14. 1 ચમચીવિનેગાર
  15. 1/2 કપકોર્ન ફ્લોર ની સ્લરી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક થાળી માં 2 ચમચી કોર્ન ફ્લોર લઇ, તેમાં મીઠું ને મરી પાઉડર નાખી બરાબર મીક્ષ કરી લો.

  2. 2

    ત્યાર બાદ તેમાં પનીર નાખી બરાબર મીક્ષ કરી લો. તેને 10 મીનીટ સુધી રહેવા દો.પછી તેને નોન સ્ટીક લોઢી પર શેલો ફ્રાઇ કરી લો.

  3. 3

    હવે ગેસ ચાલુ કરી તેના પર પેન રાખી તેમાં તેલ ગરમ કરવા મૂકો. તે ગરમ થાય એટલે તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી સાંતળવું.

  4. 4

    ત્યાર બાદ તેમાં કટ કરેલી ડુંગળી, કેપ્સીકમ, ફણસી નાખી ટેસ્ટ મુજબ મીઠું, સોયા સોસ, કેચપ નાખી બરાબર મીક્ષ કરી લો.

  5. 5

    ત્યાર બાદ તેમાં પનીર નાખી કોર્ન ફ્લોર ની સ્લરી નાખી બરાબર મીક્ષ કરી લો. 3 મીનીટ સુધી સાંતળવું. છેલ્લે તેમાં વીનેગાર ને લીલી ડુંગળી ના પાન નાખી દો.

  6. 6

    તો તૈયાર છે ટેસ્ટી ડ્રાય ચીલી પનીર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes