સોયા ચીલી ઈડલી ટકાટક (Soya Chili Idli Takatak Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335
શેર કરો

ઘટકો

30 મિનીટ
2 સર્વિંગ્સ
  1. 6 નંગઈડલી
  2. 1 નંગમોટી ડુંગળી
  3. 1/2 કપકેપ્સીકમ સમારેલું
  4. 1 નંગગાજર
  5. 2 નંગલીલી ડુંગળી ના પાન
  6. 1 ચમચીઆદુ,મરચા અને લસણની પેસ્ટ
  7. 2 ચમચીતેલ
  8. 1/4 ચમચીમરી પાઉડર
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 1 મોટી ચમચીકોર્ન ફ્લોર
  11. 1 ચમચીટોમેટો કેચઅપ
  12. 1/2 ચમચીરેડ ચીલી સોસ
  13. 1/2 ચમચીગ્રીન ચીલી સોસ
  14. 1 ચમચીસોયા સોસ
  15. 1/4 ચમચીવિનેગર
  16. ઈડલી તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ઈડલી ના ટુકડા કરી તેને ગેસ ની મધ્યમ આંચ પર તેલ માં ગોલ્ડન ક્રિસ્પી તળી લેવા.

  2. 2

    બધા શાક સમારી લેવા.આદુ મરચા ની પેસ્ટ તૈયાર કરી લેવી.

  3. 3

    કોર્ન ફ્લોર અને કેચઅપ, બધા સોસ,વિનેગર ને મિક્સ કરી 2 ચમચી પાણી સાથે સ્લરી તૈયાર કરી લેવી.જેથી ફટાફટ ઉપયોગ માં લેવાય.

  4. 4

    હવે પેન માં તેલ ગરમ કરી ડુંગળી,આદુ મરચા લસણ ની પેસ્ટ સાંતળી લો.હવે તેમાં ગાજર ઉમેરી 2 મિનિટ પછી કેપ્સિકમ અને થોડા ડુંગળી ના પાન ઉમેરી દો.

  5. 5

    ગેસ ની ફલેમ ફાસ્ટ રાખી બધું 2 મિનિટ હલાવતા રહેવું.તેમાં મરી,મીઠું અને સોયા સોસ વાળુ મિશ્રણ ઉમેરી મિક્સ કરી લો.હવે તેમાં તળેલી ઈડલી ઉમેરી મિક્સ કરી લો.

  6. 6

    તૈયાર છે સોયા ચીલી ઈડલી ટકાટક.ઉપર થી ડુંગળી ના પાન ઉમેરી સર્વ કરો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes