ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chilli Recipe In Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#TT3
Post 2
આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ચીલી બનાવ્યું છે. આ ડ્રાય પનીર ચીલી નરમ, સ્પાઈસી અને ટેસ્ટી બને છે. આને સ્ટાર્ટર માં સર્વ કરી શકાય.

ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chilli Recipe In Gujarati)

#TT3
Post 2
આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ચીલી બનાવ્યું છે. આ ડ્રાય પનીર ચીલી નરમ, સ્પાઈસી અને ટેસ્ટી બને છે. આને સ્ટાર્ટર માં સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ સર્વિંગ
  1. ૫૦૦ ગ્રામ પનીર (ચોરસ કટકા કરીને)
  2. ૧ ચમચીમીઠું
  3. ૧ ચમચી લાલ મરચુ
  4. ૨ મોટી ચમચી કોર્ન ફ્લોર
  5. તળવા માટે તેલ
  6. તીખા લીલા મરચા
  7. ૨ મોટી ચમચીઆદુ ઝીણું સમારેલું
  8. ૨ મોટી ચમચીલસણ ઝીણું સમારેલું
  9. કેપ્સિકમ મોટા કાપેલા
  10. કાંદો મોટો કાપીને
  11. ૨ મોટી ચમચીસોયા સોસ
  12. ૧ મોટી ચમચીટોમેટો કેચઅપ
  13. ૧ મોટી ચમચીચીલી સોસ
  14. ૧/૨ મોટી ચમચીવિનેગર
  15. ૧ નાની ચમચીમીઠું
  16. ૧/૨ કપપાણી
  17. ૫ મોટી ચમચીકોર્ન ફ્લોર
  18. ૧/૨ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    કોર્ન ફ્લોર ને 1/2 કપ પાણી માં મિક્સ કરી લો.પનીર માં, મીઠું, લાલ મરચુ અને કોર્ન ફ્લોર નાખી હળવા હાથે મિક્સ કરી લો. દસ મિનિટ ઢાંકીને રાખો.

  2. 2

    એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. ગરમ તેલ માં પનીર તળી લો. શેલો ફ્રાય પણ કરી શકાય.

  3. 3

    હવે એક નોન સ્ટીક કડાઈમાં ત્રણ મોટી ચમચી તેલ ગરમ કરવા મૂકો. આદુ, મરચા અને લસણ નાખી થોડું સાંતળી લો.

  4. 4

    હવે કાંદા અને શિમલા મરચા નાખી બે મિનિટ સાંતળો.

  5. 5

    હવે સોયા સોસ, ટોમેટો સોસ, ચીલી સોસ અને વિનીગર નાખી મિક્સ કરો. 1/2 કપ પાણી નાખો.

  6. 6

    હવે મીઠું અને તળેલું પનીર ઉમેરી મિક્સ કરો. કોર્ન ફ્લોર વાળું મિશ્રણ ઉમેરો.મિક્સ કરી ધીમા તાપે બે મિનિટ થવા દો. ગેસ બંધ કરી લો.

  7. 7

    હવે ગરમ ગરમ પનીર સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

Similar Recipes