દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#CB1
#week1
છપ્પનભોગ ચેલેન્જ

શેર કરો

ઘટકો

45 minutes
4 persons
  1. દાળ માટે:-
  2. 1/4 કપતુવેર દાળ
  3. 1/4 કપમગ ની મોગર દાળ
  4. 1/4 કપચણા ની દાળ
  5. 1/4 કપઅડદ ની દાળ
  6. 1/4 કપમસુર ની દાળ
  7. 1/2 ટી સ્પૂનમેથી દાણા
  8. 1 નંગટામેટું
  9. 1/4 કપશીંગદાણા
  10. 1 ટી સ્પૂનઆદુ ની પેસ્ટ
  11. 1 ટી સ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  12. 1/2 ટી સ્પૂનહળદર
  13. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  14. 1 ટી સ્પૂનમેથીયો મસાલો
  15. 1 ટેબલ સ્પૂનધાણાજીરા નો પાઉડર
  16. 1&1/2 લીંબુ નો રસ
  17. 1/4 કપખાંડ
  18. 2 ટેબલ સ્પૂનગોળ
  19. 1 ટી સ્પૂનરાઈ
  20. 1/4 ટી સ્પૂનહીંગ
  21. 8-10મીઠા લીમડાનાં પાન
  22. 4 નંગલવિંગ
  23. 1 ટુકડોતજ
  24. 2 નંગસૂકા લાલ મરચાં
  25. 1ચમચો તેલ
  26. મીઠું સ્વાદ મુજબ
  27. ઢોકળી માટે:-
  28. 1 કપઘઉંનો લોટ
  29. 1/4 કપચણાનો લોટ
  30. 1/4 કપજુવાર નો લોટ
  31. 1 ટી સ્પૂનઅજમો
  32. 1 ટેબલ સ્પૂનતેલ
  33. 1 ટી સ્પૂનઆદુ-મરચાં ની પેસ્ટ
  34. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  35. 1 ટેબલ સ્પૂનધાણાજીરા નો પાઉડર
  36. 1/4 ટી સ્પૂનહળદર
  37. 1/4 ટી સ્પૂનહીંગ
  38. 1 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  39. 1 ટી સ્પૂનકસૂરી મેથી
  40. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

45 minutes
  1. 1

    સૌ પ્રથમ બધી દાળ ને 2 થી 3 વાર પાણી થી ધોઈ કુકર માં મેથી દાણા, મીઠું, હળદર અને 1 ટેબલ સ્પૂન તેલ ઉમેરી 5 સીટી વગાડી બાફી લેવી.

  2. 2

    શીંગદાણા ને અલગ થી બાફી લેવી.

  3. 3

    હવે એક બાઉલમાં ત્રણેય લોટ અને ઢોકળી માટે ની ઉપર ની સામગ્રી મિક્સ કરી લોટ બાંધી લેવો. અને તેને 10 મિનિટ રેસ્ટ આપવો.

  4. 4

    હવે એક કુકર માં તેલ ગરમ કરી તેમાં લવિંગ, તજ,સૂકા લાલ મરચાં, રાઈ, લીમડો અને હીંગ નો વઘાર કરી તેમાં ટામેટાં,આદુ ની પેસ્ટ, લીલા મરચાં ની પેસ્ટ અને મીઠું નાખી સાંતળો.

  5. 5

    ટામેટાં ચડી જાય પછી તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરા નો પાઉડર અને મેથીયો મસાલો નાખી મિક્સ કરી લેવું. પછી તેમાં દાળ ઉમેરો સાથે તેમાં લીંબુ નો રસ, ખાંડ, ગોળ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી દાળ ને ઉકાળો.

  6. 6

    ઢોકળી માટે નો લોટ કુણવી લેવો અને તેના એકસરખા લુઆ કરી રોટલી વણી પીસ માં કાપી લેવા.

  7. 7

    હવે ઢોકળી ના પીસ ને ઉકળતી દાળ માં ઉમેરો સાથે 2 ટેબલ સ્પૂન તેલ ઉમેરી બરોબર મિક્સ કરી કુકર માં 2 સીટી વગાડી લેવી. અને કુકર ને ઠંડુ થાય એટલે ઢાંકણું ખોલીને સમારેલી કોથમીર નાખી બરોબર મિક્સ કરી લો.

  8. 8

    હવે તૈયાર દાળ ઢોકળી ને સર્વિંગ પ્લેટમાં લઈ સલાડ,પાપડ અને છાશ સાથે ગરમાગરમ સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes