દૂધ પૌંઆ (Dudh Paua recipe in Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

શરદ પૂનમ નાં દિવસે લગભગ બધા નાં ઘરે દૂધ પૌંઆ બને...
સાયન્સ ની દ્રષ્ટીએ દૂધ પૌંઆ નું સેવન આ ઋતુ માં ખુબ જ ફાયદાકારક હોય છે.

દૂધ પૌંઆ (Dudh Paua recipe in Gujarati)

શરદ પૂનમ નાં દિવસે લગભગ બધા નાં ઘરે દૂધ પૌંઆ બને...
સાયન્સ ની દ્રષ્ટીએ દૂધ પૌંઆ નું સેવન આ ઋતુ માં ખુબ જ ફાયદાકારક હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 mins.
4 servings
  1. 1 લિટરદૂધ
  2. 1/2 વાડકીપૌંઆ
  3. 1/2 વાડકીખાંડ
  4. ચપટીઈલાયચી પાવડર
  5. બદામ
  6. પિસ્તા
  7. કેસર

રાંધવાની સૂચનાઓ

30 mins.
  1. 1

    પૌંઆ ને બરાબર ધોઈ એક ચારણી માં કાઢવા જેથી પાણી નીતરી જાય.

  2. 2

    દૂધ ઉકાળવા મૂકો. એક બે ઉભરા આવે એટલે એમાં ખાંડ, ઈલાયચી પાવડર, બદામ પિસ્તા નાં ટુકડા, કેસર ઉમેરી પાંચેક મિનિટ જેવું ઉકળવા દો.

  3. 3

    હવે તેમાં પલાળેલા પૌંઆ ઉમેરો અને મિક્સ કરી પાંચેક મિનિટ પછી ગેસ બંધ કરી દૂધ પૌંઆ ઠંડા પડવા દો. અગાસી માં કપડું ઢાંકી ને આ દૂધ પૌંઆ ચંદ્ર ની ચાંદની માં થોડી વાર રેહવા દો અને પછી આ દૂધ પૌંઆ નો આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes